વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈઃ ઉદ્ધવ ઠાકરે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી વિશ્વાસઘાત સામેનો મુકાબલા અને મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈ હશે. અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે સંકળાયેલા અને હવે ઔપચારિક રીતે શિવસેના (યુબીટી) સાથે જોડાયેલા પુણેના રાજકીય નેતા વસંત મોરેના આગમન પ્રસંગે પક્ષના કાર્યકરોને ઠાકરે સંબોધન કરતા કહ્યું હતું કે આ વખતની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈ રહેશે.
વંચિત બહુજન અઘાડી (વીબીએ)ના ઉમેદવાર તરીકે પુણે બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં મોરેના પરાજય થયો હતો. ભાજપના મુરલીધર મોહોળે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરને પાર્જીત કર્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે પુણે શહેર હવે રાજ્યમાં સત્તા પરિવર્તનનું કેન્દ્ર હોવું જોઈએ. લોકસભા ચૂંટણી બંધારણને બચાવવાની લડાઈ હતી. વિધાનસભાની ચૂંટણી વિશ્વાસઘાત અને લાચારી વિરુદ્ધ હશે. આ ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈ હશે.

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અવિભાજિત શિવસેનામાં બે વર્ષ પહેલાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના પક્ષના વિધાનસભ્યો દ્વારા કરવામાં આવેલા બળવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પાછળથી શિંદે મુખ્ય પ્રધાન બન્યા હતા. આ વર્ષે ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Back to top button