આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ 5 ગેરન્ટીની કરી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી પાર્ટીએ જનતા માટે વિવિધ વચનોની જાહેરાત કર્યા પછી આજે મહાવિકાસ આઘાડી (MVA)એ પાંચ ગેરન્ટીની જાહેરાત કરી. મુંબઈમાં મહાવિકાસ આઘાડીની રેલીમાં રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત એમવીએમના અન્ય નેતાઓની હાજરીમાં પાંચ ગેરન્ટીની જાહેરાત કરવામાં આવી.

મુંબઈમાં આયોજિત સભામાં મહાવિકાસ આઘાડીએ જાહેરાત કરતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં તેમની જીત થશે તો પાંચ ગેરન્ટી અન્વયે મહાલક્ષ્મી યોજનાની શરુઆત કરવામાં આવશે, જેમાં દરેક મહિલાને દર મહિને 3,000 રુપિયા મળશે. એની સાથે મહિલાઓ અને છોકરીઓ માટે મફત બસ પ્રવાસની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો: Assembly Election: 87 વિધાનસભાની સીટ પર 2 એનસીપી અને 2 શિવસેનાની સીધી લડાઈ

મહિલાઓની સાથે એમવીએની પાંચ ગેરન્ટીમાં ખેડૂતો પર પણ ફોક્સ કરવામાં આવશે. ખેડૂતો માટે ત્રણ લાખ રુપિયા સુધી દેવું માફ કરવા અને નિયમિત દેવું ચૂકવનારા માટે 50,000 રુપિયાની પ્રોત્સાહન ભંડોળ આપવાનું વચન આપવામાં આવ્યું.
મહાવિકાસ આઘાડીની પંચસૂત્રી ગેરન્ટીમાં 25 લાખ રુપિયાનો હેલ્થ ઈન્શયોરન્સ, મહિલાઓને દર મહિને ત્રણ હજાર રુપિયા, સમાનતાની ગેરન્ટી, જાતી આધારિત વસતી ગણતરી અને પચાસ ટકા અનામત દૂર કરવા, ખેડૂતોને ત્રણ લાખનું દેવું માફ. નિયમિત દેવું ચૂકવનારાને પચાસ હજાર રુપિયાનું પ્રોત્સાહન ભંડોળ આપવામાં આવશે. યુવાનોને દર મહિને ચાર હજાર બેકારી ભથ્થું આપવામાં આવશે.

અહીંની રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સામે રહીને નહીં, પરંતુ છુપાઈને ભાજપના લોકો ખતમ કરવા માગે છે. બંધારણને ખતમ કરવા માગે છે. આજે યુનિવર્સિટીમાં વીસી (વાઈસ ચાન્સેલર)નું લિસ્ટ જોજો. ફક્ત આરએસએસ મેમ્બર હોવાની યોગ્યતા છે. આવું જ અન્ય સંસ્થાઓ સાથે થાય છે.

એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સત્તાધારી સરકારની ટીકા કરીને વખોડી હતી. સરકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ટીકા કરી હતી, જ્યારે રાજ્યમાં 64,000 મહિલાઓ ગુમ છે, જે ચિંતાનો વિષય છે. શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દરેક મોરચા પર મહારાષ્ટ્ર પાછળ પડી રહ્યું છે. શિવાજીની પ્રતિમામાં ભ્રષ્ટાચાર થયો. મનમોહન સિંહની સરકારમાં અમે ખેડૂતોના દેવા માફ કર્યા હતા.

આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી 558 કરોડ રૂપિયા જપ્ત કર્યા

દરમિયાન કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધી દ્વારા દેખાડવામાં આવેલી બંધારણની લાલ રંગની નકલ મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ભાજપે સવાલ કર્યો હતો કે આ રંગનું બંધારણ દેખાડીને રાહુલ ગાંધી દેશને શું સંદેશ આપવા માગે છે? તેના પર પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં લાલ રંગને શુભ માનવામાં આવે છે.

કૉંગ્રેસના રાજ્યના પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું હતું કે નાગપુરની રાહુલ ગાંધીની રેલીથી ભાજપ ડરી ગઇ છે, તેથી ફડણવીસે ભયના વાતાવરણ હેઠળ રાહુલ ગાંધી સામે બદનક્ષીભર્યા આક્ષેપો કર્યા છે.

હિન્દુ ધર્મમાં લાલ રંગને શુભ ગણવામાં આવે છે જ્યારે ભાજપને તેમાં અપવિત્રતા દેખાઇ રહી છે. જે લોકો બંધારણનો વિરોધ કરી રહ્યા છે તેઓને એ નક્કી કરવાનો કોઇ અધિકાર નથી કે બંધારણનો રંગ લાલ હોવા જોઇકે કે પીળો અથવા કાળો. શું ભાજપ અને ફડણવીસ બંધારણને બચાવવાની સરખામણી શહેરી નકસલવાદ સાથે કરી રહ્યા છે?

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અરાજકતાવાદીઓ અને ત્રાસવાદીઓ જોડાયા હતા એવા ફડણવીસના નિવેદન પર પટોળેએ સવાલ કર્યો હતો કે કૉંગ્રેસની યાત્રામાં જે મરાઠી લોકો જોડાયા હતા તેઓ શહેરી નકસલીઓ છે? અને કહ્યું હતું કે ફડણવીસે એ તમામ મરાઠી લોકોની માફી માગવી જોઇએ જેઓ ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. રાહુલ ગાંધીએ બંધારણ બચાવવાની ઝુંબેશ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button