Assembly Election: આખરે શરદ પવારે મુખ્ય પ્રધાન માટે કરી મનની વાત…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024)ને હવે માંડ પાંચ દિવસ અને પરિણામને સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે તમામ પક્ષો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે રાજ્યમાં સંભવિત મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે મહિલા સીએમ બને એવી મનની વાત કહીને સૌને ચોંકાવ્યા છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ચૂંટણી પહેલા જ મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ જોવા મળી રહી છે ત્યારે એનસીપી-એસપીના પ્રમુખ શરદ પવારે મહિલા મુખ્ય પ્રધાન જોવાની ઇચ્છા વ્યક્ત કરતા રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી કોઇ પણ મહિલા મુખ્ય પ્રધાન બની નથી તેથી મહિલા મુખ્ય પ્રધાન બનવી જોઇએ એવી ચર્ચાઓ થતી હોય છે.
શિરુર તાલુકામાં ચૂંટણી પ્રચાર વખતે શરદ પવારે રાજ્યને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અપાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં અમારા સત્તા કાર્યકાળ દરમિયાન મહિલાઓને ૩૦ ટકા અનમાત અપાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ તે દેશભરમાં લાગુ કરાયો હતો. હવે ગ્રામપંચાયતથી લઇને લોકસભા સુધી મહિલાઓ સહભાગ કરી રહી છે. હવે મહારાષ્ટ્રને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન મળે એવી મારી ઇચ્છા છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
આ પણ વાંચો :Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
આ નિમિત્તે તેઓએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક લોકો બહારથી આવીને કહેતા હોય છે કે ‘ઘોડગંગા સાખર કારખાના કેવી રીતે શરૂ થાય છે એ હું જોઉં છું’. લોકસભાની ચૂંટણીમાં પણ એક નેતાએ કહ્યું હતું કે અમોલ કોલ્હે જીતીને નહીં આવશે, પણ નાગરિકોએ પોતાની જવાબદારી પાર પાડીને કોલ્હેને વિજય બનાવ્યો હતો.