Assembly Election: મહાવિકાસ આઘાડીની જાહેરખબરો સામે પોલીસમાં ફરિયાદ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટેનો પ્રચાર ચાલુ છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે અણુશક્તિનગર-શિવાજીનગર અને ગોવંડીમાં એનસીપી-અજિત પવાર જૂથના નેતા નવાબ મલિક તથા તેમનાં પુત્રી સના મલિક માટે પ્રચાર કર્યો હતો.
બીજી તરફ મહાવિકાસ આઘાડીની ‘હક માગે છે મહારાષ્ટ્ર’ જાહેરખબર પર વિવાદ ઊભો થયો છે. આ જાહેરખબરમાં અજિત પવારને લક્ષ્ય બનાવવામાં આવે છે. તેના વિરુદ્ધ અજિત પવાર જૂથ તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
આપણ વાંચો: Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
રાષ્ટ્રવાદી યુવકના પ્રદેશાધ્યક્ષ સૂરજ ચવ્હાણે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે મહાવિકાસ આઘાડીની જાહેરખબરમાં વાંધાજનક સામગ્રી છે અને અજિત પવારની જાણીજોઇને છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જાહેરભરનો વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો છે. તેથી સંબંધિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરાઇ છે.
આ જાહેરખબરમાં અજિત પવારના પાત્રમાં એક વ્યક્તિ એક મહિલાને તમને દોઢ હજાર રૂપિયા મળ્યાને એમ કહેતા નજરે પડે છે. તેમાં ગુલાબી જેકેટ અને ઢોકળા ખાતા અજિત પવારને ચિત્રિત કરવામાં આવ્યા છે. મોંઘવારી વધી છે અને તમે પોતાનામાં જ મસ્ત છો. ૧,૫૦૦ રૂપિયામાં કંઇ થતું નથી, મહિનાનો ખર્ચ ૧૫,૦૦૦ છે. ‘ખોટા દાદા, ફસવા વાદા’ એવું બોલતી મહિલા જાહેરખબરમાં દેખાય છે.