Assembly Election: લાતુર જિલ્લામાં 600થી વધુ લાઈસન્સવાળા હથિયારો પોલીસમાં જમા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election: લાતુર જિલ્લામાં 600થી વધુ લાઈસન્સવાળા હથિયારો પોલીસમાં જમા

લાતુર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ પડ્યા પછી ચૂંટણી પ્રશાસન દ્વારા ગેરકાયદે નાણાની હેરફેર પર નજર રાખી રહી છે ત્યારે લાઈસન્સવાળા હથિયારો પણ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

રાજ્યમાં ૧૫મી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ લાતુરમાંથી અત્યાર સુધી લાઇસન્સવાળા ૬૬૮ શસ્ત્રો પોલીસમાં જમા કરાવવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મણિપુરમાં હેન્ડ ગ્રેનેડ સહિત હથિયારો પકડાયા…

સંપૂર્ણ લાતુર જિલ્લામાં લાઇસન્સવાળા ૮૯૭ શસ્ત્રો છે અને બાકીનાં શસ્ત્રો પણ જમા કરાવવા માટેના પ્રયાસ શરૂ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પિસ્તોલ, તલવાર વગેરે શસ્ત્રો ગેરકાયદે રાખવા માટે અત્યાર સુધી સંબંધિત કાયદા હેઠળ ૨૩ કેસ નોંધવામાં આવ્યા છે. ૨૦મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે તેથી કલેક્ટર અને સુપરિન્ટેન્ડટ પોલીસની સંયુક્ત સમિતિએ તમામ પોલીસ સ્ટેશનને લાતુરના નાગરિકો પાસેથી લાઇસન્સવાળા શસ્ત્રો જમા કરવાનો નિર્દેશ કર્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Back to top button