મુંબઈમાં જામી છે પંજો લડાવાની હરીફાઈ!
મુંબઈ: મુંબઈમાં હાથ-પંજો લડાવાની હરીફાઈ શરૂ થઈ છે જેમાં મહિલાઓના તેમ જ પુરુષોના વર્ગમાં કુલ મળીને 1,200 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો : જોવા જેવો ગોલ…અમેરિકી ખેલાડીની આ કૉર્નર કિકથી ફૂટબૉલ જગતમાં ધમાલ મચી ગઈ છે!
એશિયન આર્મ રેસલિંગ કપની આ આઠમી અને એશિયન પૅરા-આર્મ રેસલિંગ કપની સાતમી સીઝન ચાલી રહી છે.
શનિવાર, 26મી ઑક્ટોબર સુધી ચાલનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના કુલ 800 થી વધુ તેમ જ વિદેશના 400 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
આ સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીમાં પ્રો-પંજા લીગના સહ-સ્થાપકો તેમ જ બૉલીવૂડના સિતારાઓએ હાજરી આપી હતી.
પીઢ અભિનેતા અનુપમ ખેરે આ પ્રસંગે કહ્યું હતું, ‘હું નાના નગરમાંથી આવું છું. સામાન્ય રીતે નાના નગરોમાં લોકોને ફૅન્સી સ્પોર્ટ રમવી પરવડતી ન હોવાથી ત્યાં હાથના પંજાની લડાઈ ખૂબ પ્રચલિત હોય છે. ખાસ કરીને સ્કૂલોમાં આર્મ રેસલિંગની રમત ખૂબ લોક્પ્રિય હોય છે, કારણકે આ રમત રમવી સૌથી આસાન છે. એમાં માત્ર સ્પર્ધકના હાથનો જ ઉપયોગ કરવાનો હોય છે.
આ પણ વાંચો : IND vs NZ: બીજી ટેસ્ટ પહેલા ગિલનો કાતિલ લુક આવ્યો સામે, જૂઓ હૉટ ફોટોશૂટ…
મુંબઈની પંજાની લડાઈની સ્પર્ધામાં ભાગ લેવા જાપાન, જોર્ડન, ઉઝબેકિસ્તાન અને થાઇલૅન્ડથી સ્પર્ધકો આવ્યા છે.