આમચી મુંબઈમહારાષ્ટ્ર

જાણીતા એક્ટરનું ગરબા રમતા રમતાં Heart Attack આવતા નિધન, વીડિયો થયો વાઈરલ…

પુણેઃ ગરબા કિંગના નામથી ઓળખાતા પુણેના પ્રખ્યાત ખૈલેયા અને એક્ટર અશોક માલીનું ગઈકાલે નિધન થયું હતું. આ દુર્ઘટના એ સમયે થઈ હતી જ્યારે તેઓ પોતાના દીકરા સાથે એક કાર્યક્રમમાં ગરબા રમી રહ્યા હતા. છેલ્લાં કેટલાય સમયથી અશોક માલી એક કોચની ભૂમિકા ભજવી રહ્યા હતા અને અનેક યુવાનોને પોતાની આ કળા શિખવી રહ્યા છે. તેમણે પોતાની આ કળાથી જ સમાજમાં એક ખાસ ઓળખ ઊભી કરી હતી. હાર્ટ એટેક અશોક માલીનું નિધન થયું હતું અને તેમના નિધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ

મળી રહેલી માહિતી અનુસાર અશોક માળીએ પોતાના ગરબા સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી અને પુણેમાં તેઓ ગરબા કિંગ સેનના નામથી ઓળખાતા હતા. એટલું જ નહીં પણ પુણેના અનેક ગરબાના આયોજકો તેમને આમંત્રણ મોકલતા હતા. ગઈકાલે પુણેના ચાકણ ખાતે અશોક આવા જ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં ગરબા કરતાં કરતાં હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું. આ સમયે તેમનો દીકરો ભાવેશ પણ તેમની સાથે હતો.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અશોક ગરબા કરતાં કરતાં ઢળી પડે છે અને આસપાસના લોકો કંઈ પણ સમજી શકે એ પહેલાં જ તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. અશોકને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અશોક મૂળ ધૂળે જિલ્લાના શિંદખેડા તાલુકાના હોલ ગામના રહેવાસી હતા અને વર્તમાનમાં પુણેના ચાકણમાં રહેતાં હતા. ગઈકાલે તેઓ પુણેમાં એક કાર્યક્રમમાં દીકરા સાથે ગરબા રમી રહ્યા હતા ત્યારે આસપાસના કેટલાક લોકો તેમના આ અનોખા ગરબાને મોબાઈલમાં કેદ રહી રહ્યા હતા, પરંતુ આ ગરબા અશોકના જીવનના છેલ્લાં ગરબા બની ગયા હતા. ગરબા કિંગના નિધનથી આસપાસના વિસ્તારમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button