બેસ્ટના જનરલ મેનેજર પદ માટે ફડણવીસ અને શિંદે વચ્ચે હૂંસાતૂંસહાલ આઈએએસ ઓફિસર આશિષ શર્માને એડિશનલ ચાર્જ સોંપાયો...

બેસ્ટના જનરલ મેનેજર પદ માટે ફડણવીસ અને શિંદે વચ્ચે હૂંસાતૂંસહાલ આઈએએસ ઓફિસર આશિષ શર્માને એડિશનલ ચાર્જ સોંપાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના જનરલ મેનેજર પદ પરથી એસવીઆર શ્રીનિવાસ રિટાયર્ડ થતા જનરલ મેનેજર પદનો તાત્પૂરતો ચાર્જ આઈએએસ ઓફિસર આશિષ શર્માને સોંપવામાં આવ્યો છે. આ અગાઉ પાલિકાના એડિશનલ કમિશનર ડૉ.અશ્ર્વિની જોશીને બેસ્ટના જનરલ પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

બેસ્ટના જનરલ મેનેજર પદે બે-બે ઉચ્ચ અધિકારીઓના નામની જાહેરાતને વિરોધપક્ષે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે આપસમાં રહેલી કડવાશને જવાબદાર ગણાવ્યું હતું. મુંબઈગરાને ઈલેક્ટ્રિસીટીની સાથે જ ટ્રાન્સપોર્ટની સર્વિસ પૂરી પાડનારી બેસ્ટના જનરલ મેનેજર પદેથી એસવીઆર શ્રીનિવાસન ૩૧ જુલાઈ, ૨૦૨૫ના રિટાયર્ડ થયા હતા.

એ બાદ બુધવારે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સંભાળનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આશિષ શર્માના નામની જાહેરાત કરી હતી. તો અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન એકનાશ શિંદેએ મહારાષ્ટ્ર કેડરના ૨૦૦૬ની બેચના આઈએએસ અધિકારી અને પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીને બેસ્ટના જનરલ મેનેજરનો તાત્પૂરતો ચાર્જ સોંપવાની જાહેરાત કરી હતી.

એક જ પોસ્ટ માટે સરકાર દ્વારા બે આઈએએસ ઓફિસરોના નામની જાહેરાત થવાને પગલે વિરોધ પક્ષ કૉંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના આકરી ટીકા કરવામાં આવી હતી અને સોશિયલ મિડિયા પર એક પોસ્ટ, બે ઓર્ડર, બે લીડર, ડબલ એન્જિન સરકારની ડબલ ગેંગ વોર એવી ટીકા કરતી પોસ્ટ કરવામાં આવી હતી. શરદ પવારની એનસીપીએ પણ સરકાના આ નિર્ણયની ટીકા કરી હતી.

આશિષ શર્મા હાલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મહારાષ્ટ્રના કમિશનર પદ પર છે. જયાં સુધી રાજ્ય સરકાર દ્વારા બેસ્ટના જનરલ મેનેજર પદે કોઈની નિમણૂક કરવામાં આવતી નથી ત્યાં સુધી તેઓ બેસ્ટના જનરલ મેનેજર પદનો વધારાનો ચાર્જ સંભાળશે.

ચાલુ વર્ષના શરૂઆતથી જ બેસ્ટમાં ફૂલ ટાઈમ માટે કોઈ જનરલ મેનેજરની નિમણૂક કરવામાં આવી નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં કુર્લા બસ એક્સિડન્ટ બાદ બેસ્ટના જનરલ મેનેજર પદ પરથી અનિલ ડિગીકરની ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યારથી બેસ્ટના જનરલ મેનેજર પદ પર ફૂલ ટાઈમ માટે કોઈની નિમણૂક કરવામાં આવી નથી. ડિગીકરની ટ્રાન્સફર બાદ શ્રીનિવાસનને ફેબ્રુઆરી, ૨૦૨૫માં બેસ્ટનો વધારાનો ચાર્જ જ સોંપવામાં આવ્યો હતો.

લોકલ ટ્રેન બાદ બેસ્ટની બસ મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાય છે પણ છેલ્લા અનેક વર્ષોથી બેસ્ટ ઉપક્રમ આર્થિક રીતે ફસડાઈ પડી છે. ભારે પ્રયાસ બાદ અને પાલિકા પાસેથી કરોડો રૂપિયાની આર્થિક મદદ મળ્યા બાદ પણ બેસ્ટ ઉપક્રમ સતત ખોટનો સામનો કરતું આવ્યું છે.

આ પણ વાંચો…BESTને ફટકોઃ અણિક ડેપોમાં ધૂળ ખાતી 100 બસ, કોન્ટ્રાક્ટ રદ્દ થતા લાખોનું નુકસાન…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button