ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ નહીંઃ અરવિંદ સાવંત…

નવી દિલ્હી : પાડોશી દેશ સાથે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું ટાળવું જોઈએ, એવું અરવિંદ સાવંત એસએસ(યુબીટી)એ સોમવારે લોકસભામાં જણાવ્યું હતું.
નવથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં યોજાનાર આગામી એશિયા કપ ૨૦૨૫ વચ્ચે તેમનું નિવેદન મહત્વપૂર્ણ બની જાય છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર એક જ જૂથમાં છે.
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પરની ખાસ ચર્ચામાં ભાગ લેતા, સાવંતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જ્યારે પડોશી દેશ યુદ્ધવિરામ માટે ઘૂંટણિયે પડી રહ્યો હતો ત્યારે ભારતે કોઈપણ શરતો લાદ્યા વિના પાકિસ્તાન સાથે યુદ્ધ કેમ બંધ કર્યું ?
“જો ભારત યોગ્ય સ્થિતિમાં હોત, તો પછી દેશને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) પર ફરીથી કબજો મેળવવાથી કોણ રોકત,” તેમણે ઉમેર્યું હતું કે, ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતે જે કર્યું હતું તેવો જ પાઠ પાકિસ્તાનને શીખવવાનો આ યોગ્ય સમય છે.
અપીલ કરતા તેમણે કહ્યું કે ભારત માટે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું અયોગ્ય રહેશે, જેણે ભારતને ઘણી વખત ઘાયલ કર્યું છે. દુઃખ વ્યક્ત કરતા સાવંતે કહ્યું કે જ્યારે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું ત્યારે એક પણ દેશ ભારતની પાછળ ઉભો રહ્યો નહીં જ્યારે ચીન અને તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના પ્રતિકાર છતાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળએ દેવામાં ડૂબેલા પડોશી દેશને લોન મંજૂર કરી છે.
આ પણ વાંચો…યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે