કૉંગ્રેસે વિપક્ષી એકતા સુનિશ્ચિત કરવી જોઈએ: શિવસેના (યુબીટી)…

મુંબઈ: રવિવારે, આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરતા અને મમતા બેનર્જીની ટીએમસી એ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીથી દૂર રહેવાની રાજનીતિ અપનાવતા,મંગળવારે શિવસેના (યુબીટી) એ કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવા અને વિપક્ષી એકતા માટે પગલાં લેવા જણાવ્યું હતું. પક્ષના મુખપત્ર સામનાના સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલને ઈન્ડિયા જૂથનો ભાગ રહેવા માટે મનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : શપથ ગ્રહણ પહેલા એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હૉસ્પિટલમાં થયા દાખલ
સામનામાં જણાવ્યું હતું કે જો આપ જેવી પાર્ટી, જે ઇન્ડિયા જૂથનો ભાગ છે, તેણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે, તો કોંગ્રેસે આવી ઘટના અન્ય રાજ્યોમાં ન થાય તે માટે સખત મહેનત કરવી જોઈએ. દિલ્હીમાં સારું કામ કરવાને કારણે આપ પંજાબની ચૂંટણી જીતી શકી છે. આપ એ પંજાબમાં કોંગ્રેસને હરાવ્યું અને રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસ અને ભાજપને કાબૂમાં રાખ્યા. આપ ને ભાજપ વિરોધી ગઠબંધનમાં રાખવાની આવશ્યકતા છે અને ઉમેર્યું કે આપ હવે પ્રાદેશિક પક્ષ નથી રહ્યો, તે અન્ય રાજ્યોમાં પણ વિસ્તર્યો છે. આપ અને કોંગ્રેસ જો સાથે મળીને કામ કરે તો ગુજરાતમાં પણ સારું પરિણામ લાવી શકે , એમ શિવસેના (યુબીટી) એ ઉમેર્યું હતું.