આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

મારી સેના જ સાચી Shivsena: ઉદ્ધવે કર્યું સાબિત

મુંબઈઃ ચૂંટણી પ્રચાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના કહી હતી, પરંતુ પરિણામોએ ઉદ્ધવ ઠાકરેને અસલી શિવસેના સાબિત કરી દીધી છે. લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાંથી આવતા પરિણામો ચોંકાવનારા છે. હકીકતમાં, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધનની બેઠકો ઘટી છે. પરંતુ ભાજપ ગઠબંધનને લોકસભા બેઠકોની દ્રષ્ટિએ બંને સૌથી મોટા રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અસલી શિવસેના’ તરીકે ઉભરી આવી છે.

વર્ષ 2019 માં, NDAએ મહારાષ્ટ્રમાં કુલ 41 બેઠકો જીતી હતી, જેમાંથી એકલા ભાજપે 23 બેઠકો જીતી હતી. જ્યારે શિવસેનાને 18 બેઠકો મળી હતી. આ શિવસેના હતી, જેના વડા ઉદ્ધવ ઠાકરે હતા. પરંતુ 2019માં વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ-શિવસેનાને વાંધો પડતો ઉદ્ધવ ઠાકરેનો પક્ષ અલગ થયો અને કૉંગ્રેસ-એનસીપી સાથે મહાવિકાસ આઘાડી બનાવી. 2023માં એકનાથ શિંદેએ શિવસેના તોડી અને ભાજપ સાથે મળી સરકાર બનાવી. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેને અલગ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) બનાવવાની ફરજ પડી હતી.

લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે ઈન્ડિયા ગઠબંધનનો મહત્વનો ભાગ બન્યા. હાલમાં ટ્રેન્ડ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના 21 બેઠક પર લડી હતી, જેમાંથી 10 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 51 બેઠકમાંથી 6 બેઠક પર આગળ ચાલી રહી છે. મુંબઈની ચાર બેઠક પર ઉદ્ધવસેનાના ઉમેદવારો હતા અને ચારેય આગળ ચાલી રહ્યા છે જ્યારે કૉંગ્રેસે બે બેઠક પર ભાજપ સામે હારનો સામનો કરવો પડી રહ્યો છે. શિંદેસેનાના બન્ને ઉમેદવાર પણ પાછળ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ