આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈગરા કરતાં પ્રોજેક્ટ મહત્વના છે કે? Bombay Highcourtએ કેમ આવો સવાલ કર્યો…

મુંબઈઃ મુંબઈમાં સતત વધી રહેલી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને મુંબઈ હાઈકોર્ટ દ્વારા ચાલી રહેલાં મોટા મોટા કન્સ્ટ્રક્શનના કામકાજને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી અને પ્રાઈવેટ પ્રોજેક્ટ, હવા પ્રદૂષિત કરનારા પ્રોજેક્ટ પણ આગામી થોડાક દિવસ સુધી બંધ રાખવાનો આદેશમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવાળીમાં ફટાકડાં ફોડવા માટે પણ હાઈ કોર્ટ દ્વારા સમયમર્યાદાનું બંધન લાદવામાં આવ્યું છે.

મુંબઈમાં હવા ઝેરી બની રહી હોવાને કારણે મુંબઈ હાઈ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી અને આ અરજી પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ સુનાવણીમાં કોર્ટે પોતાના આદેશમાં સુધારો કરીને સરકારને શુક્રવાર સુધીની મુદ્દત આપતાં કહ્યું હતું કે પ્રોજેક્ટ કરતાં મુંબઈગરાનું જીવન ખૂબ જ મહત્ત્વનું છે, એટલે થોડાક દિવસ સુધી પ્રોજેક્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.

હાઈ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ કરતાં લોકોના જીવ મહત્ત્વના છે. જો થોડાક દિવસ બાંધકામ બંધ રહેશે તો કોઈ આભ તૂટી પડશે કે કેમ એવો સવાલ પણ હાઈ કોર્ટે કર્યો હતો. આ ઉપરાંત, હાઈ કોર્ટે માત્ર ત્રણ જ કલાક માટે એટલે કે સાંજે સાતથી રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. મુંબઈમાં સતત વધી રહેલી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને હાઈ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

મુંબઈમાં હવાનું પ્રદૂષણ અને એમાં પણ મુખ્યત્વે ધૂળના પ્રમાણને નિયંત્રણમાં લાવવા માટે બીએમસીએ એક્શન પ્લાન બનાવ્યો છે. એની સાથે સાથએ જ બાંધકામ અને ડિમોલેશનના કામકાજ દરમિયાન વાહનવ્યવહારમાં નિયમોના ઉલ્લંઘન કરનારાઓ સામે પણ પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે મુંબઈમાં વધી રહેલાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા દ્વારા 25મી ઓક્ટોબરના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તમામ સંબંધિત વિભાગ માટે તેનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ બાબતમાં કોઈ પણ પ્રકારની ઢીલ કે અનિયમિતતા નહીં ચલાવી લેવામાં આવે અને દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker