આમચી મુંબઈટોપ ન્યૂઝ

કોસ્ટલ રોડના બીજા તબક્કાના કામ માટે કન્સલ્ટન્ટની નિમણૂક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંકના છેડા સુધી બની રહેલા કોસ્ટલ રોડનું ૮૪ ટકા કામ થઈ ગયું છે અને પહેલા તબક્કામાં એક લેનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૯ ફેબ્રુઆરીના ઉદ્ઘાટન થવાનું છે. હવે પાલિકા કોસ્ટલ રોડના બીજા તબક્કાનું કામ ઝડપથી પાર પાડવા માગે છે, જે હેઠળ પાલિકા કોસ્ટલ રોડ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ટ્વીન ટનલ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ટ્વીન ટનલ (બોક્સ ટનલ) માટે પ્રોજેક્ટ મેનેજર કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની છે. આ કન્સલ્ટન્ટ કૉન્ટ્રેક્ટર ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપવા ઉપરાંત કામની પ્રગતિ પર નજર રાખશે.

પાલિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કોસ્ટલ રોડ ફેઝ-૨ માટે ચાર કૉન્ટ્રેક્ટરોને નક્કી કર્યા હતા. ૧૮.૪૭ કિલોમીટરના વર્સોવાથી દહિસરને ગોરેગામ-મુલુંડ લિંક રોડ સાથે જોડવા માટે ૪.૪૬ કિલોમીટરનો ક્નેકટર રોડ પણ બનાવવામાં આવવાનો છે.

વર્સોવા-દહિસર લિંક રોડમાં ડબલ એલિવેટેડ રસ્તાઓ, કેબલ સ્ટેયડ બ્રિજ, મલાડથી કાંદીવલીમાં મેનગ્રોન્ઝ ખાડીની નીચે અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવવાની છે, જે ગોરેગામ-મુલુંડ લિંક રોડને જોડવાનું કામ કરશે.

વર્સોવાથી દહિસર લિંક રોડનું છ પેકેજમાં કામ કરવામાં આવવાનું છે, જેમાં દરેક પેકેજમાં સી અને ડી ૩.૬૬ કિલોમીટરની ટ્વીન ટનલનો સમાવેશ થાય છે. માઈન્ડ સ્પેસ અને ચારકોપ (કાંદીવલી) વચ્ચે ઉત્તર અને દક્ષિણ તરફ કેરેજ-વે બનાવવામાં આવશે. ખાનગી કંપનીને તે માટે ૫,૮૨૧ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

પાલિકા પશ્ચિમ ઉપનગરમાં ગોરેગામ ફિલ્મ સીટીથી પૂર્વીય ઉપનગરમાં મુલુંડ ખિંડીપાડા સુધી અંડરગ્રાઉન્ડ ટ્વીનટનલ પણ બનાવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button