ચૂંટણીના કામકાજ માટે પાલિકાની હૉસ્પિટલના 30 ટકા કર્મચારીઓની નિમણૂક
મુંબઈની આરોગ્ય સેવા પર અસર થવાની ભીતી

મુંબઈ: લોકસભા ચૂંટણીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના કામકાજ માટે સરકારી ઓફિસના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ કર્મચારીઓની નિમણૂક માટે મુંબઈ પાલિકાના પાંચ મેડિકલ કૉલેજ અને બીજા સરકારી હૉસ્પિટલોમાંથી 30 ટકા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવવાની છે જેને લીધે શહેરની આરોગ્ય સેવા પર તાણ આવતા પરિણામ થશે એવી શક્યતા વ્યક્ત કરવાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ આરક્ષણ માટે કરવામાં આવેલા સર્વે બાદ સાયન, નાયર, કૂપર, કેઇએમ અને નાયર ડેન્ટલ કૉલેજ સાથે સરકારી આરોગ્ય વિભાગના 800 જેટલા કર્મચારીઓની લોકસભા ચૂંટણીના કામકાજ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓમાં જુનિયર ડૉક્ટર અને ટેકનિકલ સ્ટાફ છે.
આ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે ચૂંટણી માટે કેઇએમ હૉસ્પિટલના 130 કર્મચારીઓ, સાયન હૉસ્પિટલના 110 કર્મચારીઓ, નાયર હૉસ્પિટલના 100 કર્મચારીઓ, કૂપર હૉસ્પિટલના 30 કર્મચારીઓ અને નાયર ડેન્ટલ કોલેજના 100 કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના 200 કર્મચારીઓની ચૂંટણી પાંચ દ્વારા નિમણૂક કરવામાં આવી છે જેથી મુંબઈની હૉસ્પિટલમાં આરોગ્ય સેવાને અસર થઈ શકે છે.