Apple તેના ડિવાઈસીસમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ નહીં કરે

મુંબઈ: કેન્દ્ર સરકારે ભારતમાં ફોન વેચતા તમામ મેન્યુફેક્ચરરને ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા નિર્દેશ આપ્યા છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. આરોપ લાગી રહ્યા છે નાગરીકો પર સર્વેલન્સ રાખવાના ઈરાદે આ એપ ફરજીયાત બનાવવામાં આવી છે. એવામાં અહેવાલ છે એપલ સરકારના નિર્દેશો સાથે સહમત નથી અને કંપની સરકાર સમક્ષ વાંધા રજુ કરશે.
અહેવાલ મુજબ ભારત સરકારે ભારતના માર્કેટમાં મોટો શેર ધરાવતી એપલ, સેમસંગ અને શાઓમી સહિતની અન્ય કંપનીઓને તમામ ફોનમાં ‘સંચાર સાથી’ નામની એપ પ્રીઇન્સ્ટોલ કરવા કરવાનો આદેશ આપ્યો છે, જેના માટે કંપનીઓને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
સરકારના જણાવ્ય મુજબ આ એપનો હેતુ ચોરાયેલા ફોનને ટ્રેક કરવા, તેમને બ્લોક કરવા અને તેનો દુરુપયોગ થતો અટકાવવાનો છે.
એપલ સરકારને સમજાવવા પ્રયાસ કરશે:
અહેવાલ મુજબ એપલે સરકારના નિર્દેશનું પાલન કરવા અનિચ્છા દર્શાવી છે. એપલ સરકાર સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે અને જણાવશે કે કંપની વિશ્વમાં ક્યાંય પણ આવા આદેશોનું પાલન કરતી નથી. આ એપ કંપનીના iOS ઇકોસિસ્ટમની પ્રાઈવસી અને સિક્યોરિટી પોલિસીને અનુરૂપ નથી છે.
એપલ હાલ કોર્ટમાં જવાની યોજના ધરવતી નથી, પરંતુ તે સરકારનેસમજવવાનો પ્રયાસ કરશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવર નિવેદન આપ્યું નથી.
એપલ ઉપરાંત દિગ્ગજ સ્માર્ટ ફોન મેન્યુફેકચરર સેમસંગ સરકારના નિર્દેશોની સમીક્ષા કરી રહી છે. એપલ અને સેમસંગ સહીત અન્ય સ્માર્ટફોન મેન્યુફેક્ચરર સરકારના નિર્દેશ અંગે શું પ્રતીક્રીયા એ જોવું રહેશે.



