ઉત્તર મુંબઈના વિકાસ માટે પિયુષ ગોયલને ચૂંટી કાઢવા મહાનુભાવો દ્વારા અપીલ
મુંબઈ: ઉત્તર મુંબઈ મતદાર સંઘમાં ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પિયુષ ગોયલને ઉત્તર મુંબઈના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ મહાનુભાવોનું સમર્થન મળી રહ્યું છે. તબીબી, મનોરંજન, સાહિત્ય, નાણાં, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોની આ પ્રભાવશાળી વ્યક્તિઓએ ગોયલના વિઝન, મતવિસ્તાર માટેની યોજનાઓ અને પ્રદેશના વિકાસલક્ષી પડકારોને પહોંચી વળવા કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના સાબિત ટ્રેક રેકોર્ડમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પિયુષ ગોયલના સમર્થકોમાં જાણીતા તબીબી વ્યાવસાયિક ડો. શ્યામ અગ્રવાલ, અભિનેતા શરદ પોંક્ષે, અભિનેતા પ્રસાદ ઓક, અભિનેતા અરુણ નલાવડે, અભિનેતા અમિત ભાનુશાલી, મ્યુઝિક એરેન્જર તુષાર દેવલ, અભિનેત્રી સ્વાતિ દેવલ, નાણાકીય સલાહકાર વિનાયક કુલકર્ણી, મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ અને વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહ, પર્યાવરણશાસ્ત્રી ભાગ્યશ્રી મહાલે, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા દિનેશ લાડ, કવિયત્રી પ્રતિમા પંડ્યા, લેખિકા નીલા સંઘવી, અભિનેત્રી ભક્તિ રાઠોડ, અભિનેતા કમલેશ ઓઝા, ડાયરા કલાકારો ભાનુ વોરા, તૃપ્તિ છાયા, સુનીલ સોની, ગૌરાંગ સોની, સંદીપ ભાટિયા, આઇ સર્જન નિમેષ મહેતા, શિક્ષણશાસ્ત્રી પરાગ મહાજન, ઠાકુર કોમ્પ્લેક્સના પ્રમુખ ઉમેશ રાંકા અને દહિસરમાં નોર્ધન હાઇટ્સના પ્રમુખ નિહાર જંબુસરિયાનો સમાવેશ થાય છે.
આ મહાનુભાવોએ પિયુષ ગોયલને ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ, જીવનધોરણમાં સુધારો, બહેતર આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ, પ્રવાસન અને સંસ્કૃતિનો વિકાસ અને ઉત્તર મુંબઈમાં ઉન્નત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ટાંકીને તેમને ટેકો જાહેર કર્યો છે. તેઓ ગોયલને તેમની પંચસૂત્રી (પાંચ પોઈન્ટ) ગેરંટી માટે પણ બિરદાવે છે. જેમાં પ્રદેશમાં બહેતર પરિવહન અને બહેતર રેલ જોડાણનો સમાવેશ થાય છે. આ સામૂહિક સમર્થન પીયૂષ ગોયલની ઉત્તર મુંબઈને વિકાસ માટેના મોદીના વિઝનને અનુરૂપ પરિવર્તન કરવાની ક્ષમતા દર્શાવે છે.