પોલીસે અપૂર્વા મખિજાનું નિવેદન નોંધ્યું…

મુંબઈ: પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાની માતા-પિતા સંબંધી અશ્લીલ ટિપ્પણીને મુદ્દે થયેલા વિવાદની તપાસ કરી રહેલી મુંબઈની ખાર પોલીસે બુધવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અપૂર્વા મખિજાનું નિવેદન નોંધ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં અલાહાબાદિયાના મૅનેજર સહિત ચાર જણનાં નિવેદન નોંધાયાં હોવાનું પોલીસનું કહેવું છે.
Also read : ‘India’s Got Latent શો પર પ્રતિબંધ મૂકો’ જાણો કોણે કરી આવી માગણી
પૂછપરછ માટે પોલીસ સ્ટેશને હાજર રહેવા સંબંધી સમન્સ મોકલવામાં આવ્યા પછી મખિજા બુધવારે ખાર પોલીસ સ્ટેશને પહોંચી હતી. નિવેદન નોંધ્યા પછી મખિજાને પોલીસે જવા દીધી હતી. માસ્ક પહેરીને આવેલી મખિજાએ કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
Also read : ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’ સામે ગુનો નોંધાયો: તમામ એપિસોડ ડિલિટ કરવાનો આદેશ
‘ધ રિબેલ કિડ’ તરીકે ઓળખાતી મખિજા સહિત રાઈનાના શોના ચાર જજ અને જસપ્રીત સિંહને ખાર પોલીસે પૂછપરછ માટે હાજર રહેવાના સમન્સ મોકલાવ્યા હતા. મંગળવારે આશિષ ચંચલાની તેના વકીલ સાથે પોલીસ સ્ટેશને આવ્યો હતો. 30 મિનિટથી વધુ સમય પૂછપરછ કર્યા પછી તેને જવા દેવાયો હતો. પોલીસે તેનું પણ નિવેદન નોંધ્યું હોવાનું જાણવા મળ્યું હતું.