એન્ટોપ હિલમાં ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ કરી પત્નીની હત્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એન્ટોપ હિલમાં ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ કરી પત્નીની હત્યા

મુંબઈ: એન્ટોપ હિલના પ્રતીક્ષાનગર વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકાને લઇ થયેલા ઝઘડામાં 27 વર્ષની પત્નીની તેના પતિએ હત્યા કરી હતી. મૃતકની ઓળખ ચંદાદેવી યાદવ તરીકે થઇ હોઇ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પતિ રામસિંગાર યાદવની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રામસિંગાર યાદવ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બુધવારે પણ દંપતી વચ્ચે આ બાબતને લઇ ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા રામસિંગાર રોષે ભરાયો હતો અને તેણે પત્નીની બેરહેમીથી મારપીટ કરી હતી.

આપણ વાંચો: ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની કરી હત્યા: ડૉક્ટર, તેના ભાઇની ધરપકડ…

ગંભીર રીતે ઘવાયેલી ચંદાદેવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ વડાલા ટીટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button