આમચી મુંબઈમહારાષ્ટ્ર

Good News: મધ્ય રેલવેમાં વધુ એક નવા સ્ટેશનનું નિર્માણ થશે

મુંબઈઃ મધ્ય રેલવેની મેઈન લાઈનના કોરિડોરમાં વધુ એક નવા સ્ટેશન નિર્માણ કરવાની ઘડીઓ ગણાય રહી છે. બદલાપુર અને અંબરનાથ રેલવે સ્ટેશન વચ્ચે નવું ચીખલોલી સ્ટેશન બનાવવામાં આવશે. કલ્યાણ-બદલાપુર ત્રીજી-ચોથી રેલવે લાઇન પર આ એક નવું રેલવે સ્ટેશન હશે.

આ નવા રેલવે સ્ટેશનના નિર્માણ કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ૭૩.૯૨૮ કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. ચીખલોલી રેલવે સ્ટેશનનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન તરફથી મંજૂરી પત્ર મળી ગયો છે.

અંબરનાથ અને બદલાપુર શહેરોની વધતી વસ્તીને જોતા સ્થાનિક નાગરિકો છેલ્લા ઘણા સમયથી ચીખલોલી રેલ્વે સ્ટેશનની માંગ કરી રહ્યા હતા. સ્ટેશનના નિર્માણ માટે જમીન, બીજી વિવિધ મંજુરીઓ જેવી વિવિધ મંજૂરીઓ લીધા બાદ કામ શરૂ થશે.

આપણ વાંચો: નવા ‘ટાઈમ ટેબલ’ પછી પણ મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અવિરતઃ પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત નહીં…

આ માટે કલ્યાણ લોકસભા મતવિસ્તારના સાંસદે મધ્ય રેલવે પ્રશાસન સાથે સતત બેઠક કરી વાતચીત કરી છે. સ્ટેશનના નિર્માણ પછી, અંબરનાથ અને બદલાપુર સ્ટેશન પર મુસાફરોનો ભાર પણ નોંધપાત્ર રીતે ઘટશે.

ઓકટોબરમાં રેલવે પ્રશાસને ચીખલોલી રેલવે સ્ટેશન ખાતે નવી સીડી, પુલ અને મેદાનના કામ માટે રૂ. ૮૧.૯૩ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. હવે રેલવે પ્રશાસને પ્લેટફોર્મ, શેડ, પિલર, ઈલેક્ટ્રીકલ કંડક્ટર અને અન્ય કામ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. ૭૩.૯૨૮ કરોડના કામ ટૂંક સમયમાં શરૂ થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

છેલ્લા ઘણા દાયકાઓથી પેન્ડિંગ ચીખલોલી રેલવે સ્ટેશનનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સ્ટેશન તૈયાર થઈ જશે. આનાથી લાખો રેલવે મુસાફરોને ફાયદો થશે અને ચીખલોલી, અંબરનાથ અને વિસ્તૃત બદલાપુરના મુસાફરોને રાહત મળશે.

૨૫ વર્ષથી આ નવા સ્ટેશનની માંગ અને ચર્ચા હતી. આ સ્ટેશનના નિર્માણને કારણે રોજગારી ઉપલબ્ધ થવાની સંભાવના પ્રબળ બની છે અને તેનાથી ઉદ્યોગોને પણ ઘણી મદદ મળશે.

ચીખલોલીના લોકોને લોકલ ટ્રેન પકડવા માટે રિક્ષા દ્વારા અંબરનાથ-બદલાપુર પહોંચવા માટે રોજના 40થી 45 રૂપિયા ખર્ચવા પડતા હતા. હાલમાં આ રેલવે સ્ટેશનના નિર્માણ કાર્યની જાહેરાત અને પ્રારંભથી સ્થાનિક કક્ષાએ લોકોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button