આમચી મુંબઈ

ઉપાધ્યક્ષપદ માટે એનસીપીના અન્ના બનસોડે બિનહરીફ?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદ માટેની ચૂંટણી 26 માર્ચ, 2025ના રોજ યોજાશે અને એવી અપેક્ષા છે કે અજિત પવારની એનસીપીના અન્ના બનસોડે બિનહરીફ ચૂંટાશે.

મંગળવારે સવારે ઉમેદવારી દાખલ કરી

વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવાર, 24 માર્ચ, 2025ના રોજ વિધાનસભાના ઉપાધ્યક્ષપદ માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ પદ માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ મંગળવાર, 25 માર્ચ છે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર, 26 માર્ચ, સવારે 11 વાગ્યે છે.

આ પણ વાંચો : છત્રપતિ શિવાજી-સંભાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર પત્રકાર પકડાયો

અન્ના બનસોડેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની હાજરીમાં ઉમેદવારીપત્રક ભર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ઉપાધ્યક્ષપદ માટેની ચૂંટણી લડશે નહીં, કારણ કે વિપક્ષી મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો પાસે વિપક્ષી નેતાની પસંદગી કરવા માટે પણ સંયુક્ત તાકાત નથી. તેથી, એવી શક્યતા છે કે બુધવારે સત્રના છેલ્લા દિવસે, અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પિંપરી-ચિંચવડના વિધાનસભ્ય અન્ના બનસોડેને ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હોવાની જાહેરાત થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button