baba siddique murder case અનમોલ બિશ્નોઈને બિનજામીનપાત્ર વોરંટ...

બાબા સિદ્દીકી હત્યાકેસ: ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ, બે વોન્ટેડ આરોપી સામે વોરન્ટ જારી…

મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વિશેષ કોર્ટે આજે ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ અને બે વોન્ટેડ આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.

Also read : નવી મુંબઈ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષની બાળકી મળી, મેડિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસોના વિશેષ જજ બી.ડી. શેળકેએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટ માને છે કે વોન્ટેડ આરોપી બિશ્ર્નોઇ ફરાર છે અને તે સમન્સનું પાલન કરશે નહીં. આથી તેની હાજરી સુનિશ્ર્ચિત કરવા માટે તેની સામે કાયમી ધોરણે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવું જરૂરી છે.

ફરાર આરોપી શુભમ લોણકર અને મોહંમદ યાસીન અખ્તર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરતી વખતે પણ કોર્ટે સમાન અવલોકન કર્યાં હતાં.

જજે નોંધ્યું હતું કે કોર્ટે અભિનેતા સલમાન ખાનના બાંદ્રાના નિવાસસ્થાન બહાર એપ્રિલ, 2024માં ગોળીબાર કરવાના કેસમાં અમેરિકાના સંબંધિત સત્તાવાળાઓને અનમોલ બિશ્ર્નોઇને પ્રત્યર્પણ કરવાની વિનંતી પહેલેથી જ કરી છે.

Also read : પાણીની પાઈપલાઈનોને બદલવા માટે 309 કરોડ રૂપિયા ખર્ચાશે

અત્રે ઉલ્લેખનીય છે કે 12 ઑક્ટોબર, 2024ની રાતે સિદ્દીકીની હત્યાના કેસમાં પકડાયેલા 26 આરોપી વિરુદ્ધ પોલીસે આરોપનામું દાખલ કર્યું હતું. આ કેસમાં અનમોલ બિશ્ર્નોઇ, લોણકર અને અખ્તરને વોન્ટેડ આરોપી બતાવવામાં આવ્યા છે. 

(પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button