અંધેરીમાં પાણીના ધાંધિયા

મુંબઈ:ગણેશોત્સવ દરમ્યાન જ અંધેરીના ડી.એન.નગરમાં પાણી માટે બબાલ થઈ રહી છે. રસ્તાના કૉંક્રીટીકરણને કારણે પાણીની પાઈપલાઈન પર આવેલા દબાણને કારણે થઈ રહેલા ગળતરને કારણે રસ્તો ધસી પડવાનું સંકટ નિર્માણ થયું છે.
તેથી છેલ્લાં થોડા દિવસથી આ પરિસરમાં આવેલી મ્હાડાની નવ બિલ્િંડગનો પાણી પુરવઠો ખંડિત કરી દેવામાં આવ્યો છે.
સ્થાનિકોના દાવા મુજબ છ મહિના પહેલા અહીં કૉંક્રિટીકરણના કામ દરમ્યાન રસ્તાની નીચેથી જતા યુટિલિટીઝ કેબલ તથા પાણીની પાઈપલાઈનના કામ બરોબર થયા નહોતા. તેથી મ્હાડાની પાણીની પાઈપલાઈન દબાઈ ગઈ હતી અને તેમાંથી ગળતર થવા માંડયું હતું.
આપણ વાંચો: થાણેમાં મંગળવારને બદલે શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે
રસ્તાના નીચેથી થઈ રહેલા પાણીના ગળતરને કારણે રસ્તો ધસી પડવાનું જોખમ નિર્માણ થયું હતું. તેથી ગળતરને રોકવા માટે નવ બિલ્િંડગનું પાણી બંધ કરવામાં આવ્યું છે. બરોબર ગણેશોત્સવમાં નવ બિલ્િંડગમાં રહેતા ૩૬૦ પરિવારને પાણી માટે વલખા મારવાનો વખત આવ્યો છે.
પાલિકા દ્વારા રહેવાસીઓને ટેન્કર દ્વારા પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે. છતાં તે પાણી પૂરતું ન હોવાનો દાવો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સોમવારે મ્હાડા અને પાલિકાના અધિકારીઓ અહીં નિરીક્ષણ કરી ગયા છે અને તાત્કાલિક ધોરણે કૉંક્રીટીકરણ કરેલા રસ્તાને ખોદીને હવે પાઈપલાઈનના ગળતરને શોધવું પડવાનું છે