આમચી મુંબઈ

અંધેરીમાં લાગેલી આગમાં બે બાળકો જખમી

મુંબઈ: અંધેરી (પૂર્વ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ સાત માળની બિલ્ડિંગના બીજા માળે પર એક્ ફ્લેટમાં લાગેલી આગમાં બે બાળકો દાઝી ગયા હોવાનો બનાવ બન્યો હતો. બંને બાળકોને સારવાર માટે ઘાટકોપરની રાજાવાડીમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અંધેરી પૂર્વમાં ચાંદિવલીમાં સંઘર્ષ નગરમાં ગ્રાઉન્ડ પ્લસ સાત માળની નર્મદા હાઉસિંગ સોસાયટી આવેલી છે. શનિવારે સવારના પોણા આઠ વાગ્યાની આસપાસ બિલ્િંડગના બીજા માળા પર ફ્લેટ નંબર ૨૦૭ અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ઘટના સ્થળે ફાયરબિગ્રેડ સહિત પોલીસ પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ફ્લેટમાં લાગેલી આગ ફક્ત ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઈલેક્ટ્રિક સાયકલ, કપડા, ફ્રિજ સહિતના ઘરના સામાનમાં લાગી હતી.

આપણ વાચો: ગોરેગામમાં લિફ્ટમાં ગૅસ ભરેલા ફુગ્ગા ફાટ્યા: ગુજરાતી યુવતી દાઝી

લગભગ અડધા કલાકમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોેકે આ દરમ્યાન ઘરમાં રહેલા બે બાળકોને આગને કારણે થોડા દાઝી ગયા હતા અને આગને કારણે નીકળેલા ધુમાડાથી ગૂંગણામણની ફરિયાદ થઈ હતી. બાળકોને તરત નજીક આવેલી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં જોકે વધુ સારવાર માટે તેમને રાજવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જખમી બાળકોમાં ૧૦ વર્ષની જુહી ધુમાળ અને સાત વર્ષનો વિવાહ ચૌધરીનો સમાવેશ થાય છે. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયુંં નહોતું પણ પ્રાથમિક તપાસમાં રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હોવાનું જણાયું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button