આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

હાર્દિક પંડ્યાને મળી ગયો પાર્ટનર! અંબાણીના ફંક્શનમાં લગાવ્યા જોરદાર ઠુમકા

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્જન્ટના લગ્ન સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યા છે. અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ તેમના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. આ લગ્નમાં બોલિવૂડ અને ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ પણ હાજરી આપવા પહોંચ્યા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ડાન્સમાં ધૂમ મચાવતો જોવા મળી રહ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહનો એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો છે. વીડિયોમાં ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. ડાન્સ કરતી વખતે હાર્દિકે હળવા રંગનો શર્ટ અને આછા રંગનું પેન્ટ પહેર્યું છે. બીજી તરફ અનન્યા પાંડે પીળા લહેંગામાં જોવા મળી રહી છે. આ દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને જોરદાર ડાન્સ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેનો એક સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. IPL 2024 થી તેમના અલગ થવાના સમાચાર ચર્ચામાં છે. જોકે, હાર્દિક અને નતાશાએ તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

નોંધનીય છે કે ભારતની ઐતિહાસિક T20 વર્લ્ડ કપ 2024ની જીતમાં હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે મહત્વની અંતિમ ઓવર ફેંકી હતી. ફાઈનલના દિવસે હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી આફ્રિકાના ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાર્દિકની આ ઓવરના આધારે ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button