આમચી મુંબઈ

હવે અનંત અંબાણી લાલબાગચા રાજાનો વહીવટ જોશે, મંડળમાં મહત્વના પદ પર થઈ નિમણૂક

મુંબઈ: મહારાષ્ટ્રમાં અને દેશભરમાં ગણેશોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન એમ જાણવા મળ્યું છે કે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજા ગણપતિ મંડળ દ્વારા અનંત અંબાણીને કાર્યકારી સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક મહિના પહેલા મળેલી વાર્ષિક સામાન્ય સભામાં આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. અનંત અંબાણી પંદર વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે. સાથે સાથે તેમણે અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે. આશા રાખવામાં આવે છે કે તેમના યોગદાનથી બોર્ડના કામમાં સુધારો થશે.

લાલબાગચા રાજાનુ વહિવટી મંડળ અનેક સામાજિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાલબાગના રાજાના મંડળે ગણેશોત્સવ દરમિયાન મળેલા દાન દ્વારા ઘણા સામાજિક કાર્યો કર્યા છે. કોવિડ -19 ની મુશ્કેલ પરિસ્થિતિમાં, ઘટતા ભંડોળને કારણે જ્યારે બોર્ડનું કામ અટકી ગયું હતું, ત્યારે અનંત અંબાણી અને તેમના પરિવારે બોર્ડને ટેકો આપ્યો હતો અને દર્દીઓની સહાય માટે ફંડ યોજનામાં યોગદાન આપ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશને બોર્ડને 24 ડાયાલિસિસ મશીનો દાનમાં આપ્યા હતા અને બોર્ડને કામમાં ખૂબ મદદ કરી હતી.

લાલબાગ રાજાની સલાહકાર સમિતિમાં અનેક પૂર્વ પ્રમુખો અને રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. બોર્ડના સભ્યોએ અનંત અંબાણીની કાર્યકારી સલાહકાર તરીકે નિમણૂક પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના પરિવારે બોર્ડની સેવાકીય પ્રવૃત્તિઓમાં ફાળો આપ્યો છે.

નોંધનીય છે કે મુંબઈમાં લાલબાગના ગણપતિનું અનેરું મહત્વ છે. દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન કરવા દૂર દૂરથી લાખો લોકો આવે છે. એમ કહેવાય છે કે લાલબાગચા રાજાના દર્શન કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!