Passengers Attention Please: મધ્ય રેલવેના આ મહત્ત્વના સ્ટેશન પર થવા જઈ રહ્યો છે મહત્ત્વનો ફેરફાર…

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે. દરરોજ કરોડો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે પર સૌથી વધુ ભીડવાળું અને મહત્ત્વનું રેલવે સ્ટેશન છે દાદર રેલવે સ્ટેશન. રેલવે અધિકારીઓ દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા માટે વધુને વધુ પ્રયાસો કરવામાં આવે છે. આવો જ એક નિર્ણય રેલવેના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓના હિતમાં લેવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય રેલવે દ્વારા દાદર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 10 અને 11 નંબરના પ્લેટફોર્મની ડિઝાઈનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર આ ફેરફારને કારણે કલ્યાણ જનારા પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં બંને બાજુથી ઉતરી અને ચઢી શકશે.
આ પણ વાંચો: યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપજો! મધ્ય રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બદલાયા છે
ડબલ ડિસ્ચાર્જ પ્લેટફોર્મને કારણે સીએસએમટી અને ચર્ચગેટની જેમ પ્લેટફોર્મ બંને બાજુ આવશે. હાલમાં દાદર સ્ટેશન પર લોકલ ટ્રેનોની અવરજવર માટે પાંચ પ્લેટફોર્મ છે. ઘણી વખત ફાસ્ટ લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પરથી લાંબા અંતરની ટ્રેનો પણ દોડાવી શકાશે. 10 અને 11 નંબરના પ્લેટફોર્મ પરથી ફાસ્ટ ટ્રેનો દોડાવવામાં આવે છે. 10 નંબરના પ્લેટફોર્મ પર ડાઉન ફાસ્ટ ટ્રેનોની સાથે સાથે ડાઉન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવે છે.
એક વખત જો આ બંને પ્લેટફોર્મની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે તો પ્રવાસીઓ બંને સાઈડથી ચઢી શકશે. પ્લેટફોર્મ ક્રમાંક નંબર 9 પર અપ સ્લો લોકલ ટ્રેનો ઊભી રહે છે. દાદર સ્ટેશન પર જ્યારે 9 અને 10 નંબરના પ્લેટફોર્મ પર એક સાથે ટ્રેનો આવે છે ત્યારે પ્રવાસીઓની ભીડ ખૂબ જ વધી જાય છે જેને કારણે પ્લેટફોર્મની ડિઝાઈનમાં ફેરફાર કરીને 10 અને 11 નંબરના પ્લેટફોર્મને ડબલ ડિસ્ચાર્જ પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ધૂળને નિયંત્રણમાં લાવવા દાદર-શિવાજી પાર્કમાં એન્ટી સ્મોગ ટાવર બેસાડાશે
આ બાબતે માહિતી આપતા એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં 11 નંબરના પ્લેટફોર્મ પર કલ્યાણ તરફ જતા ડાઉન દિશા તરફ ફેન્સિંગ છે અને ફૂડ સ્ટોલ પણ આવેલું છે. આ બંને અવરોધો દૂર કરવામાં આવશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાલમાં પ્લેટફોર્મ નંબક 10 પરનું ફૂટ બ્રિજ, રેમ્પ, કેન્ટિન અને કેટલાક રેલવે સ્ટ્રક્ચર્સ જેવા કામો શરૂ કરવામાં આવ્યા છે. આ કામ પૂરા થયા બાદ ઓવર હેડ વાયર અને ટ્રેક દોડજવામાં આવશે. આ પ્રોજેક્ટની કિંમત 1.88 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.