આમચી મુંબઈ

પાલઘરમાં એસયુવીએ અડફેટમાં લેતાં વૃદ્ધાનું મોત: સ્થાનિકોએ વાહન, તેમાંના બે મુસાફર પર કર્યો હુમલો

પાલઘર: પાલઘર જિલ્લામાં સ્પોટર્સ યુટિલિટી વેહિકલે (એસયુવી) 60 વર્ષની વૃદ્ધાને અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ એસયુવીની તોડફોડ કરીને તેમાં હાજર બે મુસાફર પર હુમલો કર્યો હતો.
વસઇના સતપાલા-રાજોડી માર્ગ પર શનિવારે સાંજે આ અકસ્માત થયો હતો અને એસયુવીમાં હાજર બંને મુસાફરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

મુરબાડમાં રહેતી વૃદ્ધા સતપાલા ખાતે મજૂરીકામ કરતી હતી. તે શનિવારે સાંજે પગપાળા ઘરે જઇ રહી હતી ત્યારે એસયુવીએ તેને અડફેટમાં લીધી હતી.

અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી વૃદ્ધાનું મોત થયું હતું.


દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે એસયુવી પર પથ્થરમારો કર્યો હતો અને લોખંડના સળિયાથી તેની તોડફોડ કરી હતી. સ્થાનિકોએ બાદમાં એસયુવીમાં હાજર બે મુસાફર પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોલીસે ઘટનાસ્થળે આવી બંને મુસાફરને તાબામાં લીધા બાદ તેમને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. બીજી તરફ અકસ્માતમાં મૃત્યુ પામેલી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button