નારાજ રામદાસ કદમને રીઝવવાના પ્રયાસ?
કદમના પુત્રની એમપીસીબીના ચેરમેન તરીકે નિમણૂક
મુંબઈ: શિંદે જૂથની શિવસેનાના નેતા રામદાસ કદમ રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠકને લઇને ભાજપ ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે, તેવામાં ભાજપે રાજ્ય સરકારે એમપીસીબી(મહારાષ્ટ્ર પોલ્યુશન ક્નટ્રોલ બૉર્ડ)ના ચેરમેન તરીકે રામદાસ કદમના પુત્ર તેમ જ શિવસેના નેતા સિદ્ધેશ કદમની પસંદગી કરી છે. અચાનક જ લેવાયેલા આ નિર્ણયના કારણે ભાજપ દ્વારા રામદાસ કદમને રીઝવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની ચર્ચા પણ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધેશ કદમની એમપીબીસીના ચેરમેન તરીકે થયેલી નિમણૂકની સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટીકા થઇ હતી અને રાજકીય કાર્યકરોએ આ પ્રકારના નિર્ણયથી એમપીબીસી જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થાની કામગીરી ઉપર લાંબાગાળે અસર થશે, તેવી આલોચના થઇ રહી હતી. પોતાના ઉપર થઇ રહેલી ટીકાનો જવાબ આપતાં સિદ્ધેશ કદમે કહ્યું હતું કે રાજ્ય સરકાર અને મહા-રાષ્ટ્રના મુખ્ય પ્રધાનની કચેરીએ મારી નિમણૂક મહા-રાષ્ટ્ર પોલ્યુશન ક્નટ્રોલ બૉર્ડના ચેરમેન તરીકે કરી છે. ઉ