આમચી મુંબઈ

અમૃતા ફડણવીસ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઈન્ટરનેટ પર અલગ જ ચર્ચા ચાલી…

Cannes Film Festival-2025 ફ્રાન્સ ખાતે 13મી મેથી ચાલી રહ્યો છે. અહીં વિશ્વના ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો આવે છે. ભારતીયો પણ મોટા પ્રમાણમાં અહી જોવા મળે છે. રોજ અહીં આવતી અભિનેત્રીઓના ગાઉન અને લૂકની ચર્ચા ઈન્ટરનેટ પર થાય છે, પરંતુ અહીં આવેલી એક ભારતીય મહિલાને જોઈ ઘણા ચોંકી ગયા છે. તો વળી ઘણાએ ઈન્ટરનેટ પર અલગ જ ચર્ચા શરૂ કરી દીધી છે.

વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ ફ્રાન્સ ખાતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયા હતા. લૂકની વાત કરીએ તો અમૃતાએ ક્રીમ અને પિંક ફ્લાવર પ્રિન્ટનું પેન્ટસ્યૂટ પહેર્યું છે. ઑપન એર અને પિકિંશ મેક અપમાં અમૃતા એકદમ સ્ટિનંગ લાગી રહી છે.

અમૃતા અહીં એક સેમિનાર અટેન્ડ કરવા આવી છે. મહિલાઓ મહિલાઓના હક માટેની આ સેમિનારમાં અમૃતાએ હાજરી આપી હતી. આ સાથે અમૃતા હવે Ambassador for Women’s Rights બની ગઈ છે અને આ જવાબદારી આપવા બદલ તેમે આભાર વ્યક્ત કર્યો છે. જોકે તેણે જે ફોટા શેર કર્યા છે તેમાં અમૃતાની ઓળખાણ બેંકર, સિેંગર સાથે વાઈફ ઓફ હેડ ઓફ મહારાષ્ટ્ર તરીકે કરાવવામાં આવી છે. અહીંના બેનર સાથેનો આ ફોટો વાયરલ થતાં ઈન્ટરનેટ પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે ચીફ મિનિસ્ટરને હેડ ઓફ સ્ટેટ ન કહેવાય ગવર્નર હેડ ઓફ સ્ટેટ હોય. ચીફ મિનિસ્ટર હેડ ઓફ ગવર્મેન્ટ હોઈ શકે. બીજા યુઝર્સ પણ આને ફેક્ચ્યુઅલ મિસ્ટેક કહી રહ્યા છે. જોકે અમૃતા પોતે પોતાની અલગ ઓળખ ધરાવે છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી અમૃતા સ્પષ્ટવક્તા પણ છે અને પોતાના મત બેબાક થઈ વ્યક્ત કરતી હોય છે.

આપણ વાંચો : ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરાયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button