આમચી મુંબઈ

અમૃતા ફડણવીસનું જુહુ ચોપાટી પર સ્વચ્છતા અભિયાન

ટ્રેકસૂટ, ગ્લોવ્સ અને ગોગલ લુક બન્યા ટોક ઓફ ધ ટાઉન

મુંબઇઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે મુંબઈમાં જુહુ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. ગુરુવારે મુંબઈમાં ગણેશ વિસર્જનની ધૂમ હતી. બધાએ વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું.

અંતિમ દિવસે અનેક સાર્વજનિક ગણેશ ઉત્સવની મૂર્તિઓ અને ઘરગથ્થુ ગણેશનું વિસર્જન થયું હતું. ભક્તોએ પ્રિય બાપ્પાને સજળ નેત્રો સાથે વિદાય આપી હતી. જુહુ ચોપાટી અને ગિરગાંવ ચોપાટી પર ગણેશ વિસર્જન મોટા પાયે કરવામાં આવે છે. આ જગ્યાએ નિર્માલ્ય અને અન્ય પ્રકારનો કચરો જમા થાય છે. તેને સાફ કરવાનું કામ અમૃતા ફડણવીસે કર્યું હતું.

અમૃતા ફડણવીસે ટ્રેક સૂટ, મોજા અને ગોગલ્સ પહેરીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અમૃતા ફડણવીસે જુહુ ચોપાટી ખાતે અન્ય સ્વયંસેવકો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ આવ્યા હતા. અમૃતા ફડણવીસ પણ તેમને મળ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં અમૃતા ફડણવીસની ભાગીદારીના ફોટા વાયરલ થયા છે.

મહારાષ્ટ્રમાં દસ દિવસ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી . અમૃતા ફડણવીસ અને દેવેન્દ્ર ફડણવીસની આરતી કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. અનંત ચતુર્દશીના દિવસે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અમૃતા ફડણવીસે સાગર બંગલામાં ભગવાન ગણેશની આરતી કરી અને પછી ભગવાન ગણરાયને વિદાય આપી હતી.

અનંત ચતુર્દશીના બીજા દિવસે, અમૃતા ફડણવીસે જુહુ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. અમૃતા ફડણવીસે ગયા વર્ષે પણ ગણેશ વિસર્જન બાદ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button