આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સિદ્ધિ વિનાયક મંદિરમાં રૂબરૂ થયા સદા સરવણકર અને અમિત ઠાકરે, પછી જે થયું…..

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદાન કરવા માટે નીકળી પડ્યા છે. સામાન્ય નાગરિકોની સાથે આજે સેલિબ્રિટીઝ પણ મતદાન કરવા નીકળી પડ્યા છે અને મત આપવા માટે લાઇનમાં ઊભા છે. લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.

મુંબઇમાં માહિમ વિધાનસભા મતવિસ્તાર ઘણો મહત્વનો છે. અહીંથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પહેલી વાર મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે શિવસેના શિંદે જૂથના વર્તમાન વિધાન સભ્ય સદા સરવણકર ઊભા છે. આજે સવારે બંને પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા અને સામસામે થઇ ગયા હતા. એ સમયે તેઓ બંને એક મીડિયા હાઉસને સવાલોના જવાબ આપી રહ્યા હતા.

જ્યારે અમિત ઠાકરેને સવાલ કરવામાં આવ્યો કે, .બાપ્પા પાસે તમે શું માગ્યું?, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ‘હું ભગવાન પાસે કંઇ માંગતો નથી. હું મહત્વના સમયે ભગવાનના આશિર્વાદ લેવા અહીં આવતો હોઉં છું.

તેમણે મને ઘણું બધું આપ્યું છે.’ આ સમયે અમિત સાથે સદા સરવણકર પણ ઊભા હતા. અમિત ઠાકરે અને સદા સરવણકરે એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા હતા અને શુભેચ્છા પણ પાઠવી હતી. સદા સરવણકરે કહ્યું હતું કે, ‘આ લોકશાહીનો તહેવાર છે અને હું બધા ઉમેદવારોને શુભકામના પાઠવું છું. જો બધા જ જીતી શકતા હોત તો કેટલું સારું થાત. એકનાથ શિંદે ઘણા દયાળું છે.

https://twitter.com/vikirajewadga01/status/1859082400652775869

ગરીબો માટે ઘણી કરૂણા ધરાવે છે. તેમણે જ ફરી વાર મુખ્ય પ્રધાન બનવું જોઇએ.’
આ સમયે અમિત ઠાકરેનું ધ્યાન સદા સરવણકરના ખિસ્સામાં રહેલા ધનુષ બાણ પર ગયું હતું. તેમના ખિસ્સામાં રાખવામાં આવેલું ધનુષ બાણ નીચેની તરફ વળેલું હતું.

Also Read તાવડેના કેશ ફોર વોટ કેસ બાદ સેલિબ્રિટીઓની ક્રિપ્ટીક પોસ્ટ્સ વાયરલ

અમિત ઠાકરેએ આ જોયું અને તેમણે તરત જ તેને સીધું કર્યું હતું અને આગળ વધ્યા હતા. પોતાના પ્રતિસ્પર્ધીના પ્રતિકને પણ માન આપવાની અમિત ઠાકરેની અદા લોકોને ઘણી પસંદ આવી હતી અને તેના સંસ્કાર પ્રત્યે લોકોને માન થયું હતું.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button