આમચી મુંબઈ

પાલક પ્રધાનપદના વિવાદ વચ્ચે એનસીપીની સાંસદ દ્વારા અમિત શાહના સન્માનમાં ભોજન સમારંભ

રાયગડ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે રાયગઢ જિલ્લાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ સુનીલ તટકરેના ઘરે આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપી હતી.

રાયગડ અને નાસિક જિલ્લાના પાલક પ્રધાનોની નિમણૂંક અંગે મહાયુતિના સાથી પક્ષોમાં રહેલા મતભેદોને ધ્યાનમાં રાખવામાં આવે તો આ ભોજન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, તટકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ રાજકીય એજન્ડા નથી.

મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ પર રાયગડ કિલ્લાની ટોચ પર એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શાહ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સાથે રાયગડના ગીતાબાગ, સુતારવાડી ખાતે તટકરેના ઘરે પહોંચ્યા હતા. તટકરે રાયગડ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

આપણ વાંચો: અન્નામલાઈનું રાજકીય કદ ઘટયાની ચર્ચાનો અમિત શાહે આપ્યો હસતા હસતા જવાબ

ડિસેમ્બર 2024માં સત્તામાં આવેલા મુખ્ય પ્રધાન ફડણવીસે આ વર્ષે જાન્યુઆરીમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના વિરોધને કારણે એનસીપીના સાંસદની પુત્રી અદિતિ તટકરે અને ભાજપના નેતા ગિરીશ મહાજનની અનુક્રમે રાયગડ અને નાસિક અને જિલ્લાઓના પાલક પ્રધાનો તરીકેની નિમણૂંક પર રોક લગાવી હતી.

શાસક મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. દિવસની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતા, સુનિલ તટકરેએ કહ્યું કે ભોજન માટેનો કાર્યક્રમ બિન-રાજકીય હતો.

આપણ વાંચો: અખિલેશે ભાજપ પર કરેલો કટાક્ષ ઉલટો પડ્યો; અમિત શાહે આપ્યો એવો જવાબ કે ગૃહ હસી પડ્યું

‘પાલક પ્રધાનપદનો મુદ્દો એજન્ડામાં નહોતો,’ એમ તેમણે કહ્યું હતું. જોકે, શિવસેનાના પ્રધાન અને પાર્ટીના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું હતું કે જો શાહ તટકરે સાથે લંચ કરે તો પણ રાયગડ જિલ્લાના પાલક પ્રધાનનું પદ શિવસેનાને જ જશે.
શિવસેનાના ભરત ગોગાવલે આ પદ પર નજર રાખી રહ્યા છે.

રાજ્યના પ્રધાન શિવેન્દ્રસિંહ ભોસલે, આશિષ શેલાર અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે પણ લંચમાં હાજરી આપી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button