અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બ્લાસ્ટની ધમકીથી પોલીસ અલર્ટ | મુંબઈ સમાચાર

અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બ્લાસ્ટની ધમકીથી પોલીસ અલર્ટ

મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે આવેલી અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ફોન કૉલ પછી પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. જોકે સઘન તપાસ બાદ પણ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી.

બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ શનિવારની રાતે આઠ વાગ્યે અજાણ્યા શખસે યુએસ કોન્સ્યુલેટની ઑફિસમાં કૉલ કર્યો હતો. ઑફિસ પરિસરમાં બ્લાસ્ટ કરવાની ધમકી કૉલ કરનારા શખસે આપી હતી.

આપણ વાંચો: પત્ની સાથેના ઝઘડાનો ગુસ્સો ઍરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો: પતિ પકડાયો

કોન્સ્યુલેટ ઑફિસમાંથી આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. બીકેસી પોલીસ બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) સાથે કોન્સ્યુલેટ ઑફિસ પહોંચી ગઈ હતી. ઑફિસ પરિસર ખાલી કરાવી તપાસ કરવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ બારીકાઈથી તપાસ કરવા છતાં વિસ્ફોટક કે કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ કૉલ કરનારી વ્યક્તિને ટ્રેસ કરવાના પ્રયાસ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button