એસયુવીથી પિતાની કારને ટક્કર મારનારા પુત્રએ લાઇસન્સ ગુમાવવું પડશે

મુંબઈ: અંબરનાથમાં એસયુવી હંકારી પિતાની કારને બે વાર જોરદાર ટક્કર મારનારા પુત્રનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી સતીશ શર્મા (38) સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ હતી. પોલીસ તપાસ પૂરી થયા બાદ મહારાષ્ટ્ર મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ સતીશ શર્માનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરશે, એમ ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભિમનવારે કહ્યું હતું.
હાલ બંને વાહન પોલીસની કસ્ટડીમાં છે. પોલીસની તપાસ પૂરી થયા બાદ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થશે. તેઓ પ્રથમ ડ્રાઇવરને નોટિસ મોકલશે, એમ તેમણે કહ્યું હતું.
કલ્યાણ આરટીઓના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરે જણાવ્યું હતું કે બે એસયુવીના નિરીક્ષણ માટે મોટર વેહિકલ ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવ્યો છે. ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : અંબરનાથમાં બે નરાધમે અપહરણ બાદ બાળકી પર ગુજાર્યો બળાત્કાર
એક નિવૃત્ત આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે સતીશ શર્મા જે રીતે તેના વાહનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો, યોગ્ય પ્રક્રિયા અનુસર્યા બાદ તેનું લાઇસન્સ રદ કરવું જોઇએ. ડ્રાઇવરે ગુસ્સામાં આવું કર્યું, પણ તેણે જાહેરમાં તેની કારનો હથિયાર તરીકે ઉપયોગ કરીને લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
કોલાબામાં રહેનારા બિંદેશ્ર્વર શર્મા મંગળવારે ઘરેલું વિવાદ ઉકેલવા કારમાં પરિવાર સાથે બદલાપુર આવ્યા હતા. ત્યારે પુત્ર સતીશ સાથે તેમનો ઝઘડો થયો હતો. તેઓ સતીશની પત્ની-પુત્રને લઇ કારમાં કલ્યાણ-બદલાપુર માર્ગ પર ચિખલોલી ખાતેથી જઇ રહ્યા હતા ત્યારે સતીશ એસયુવીમાં ત્યાં આવ્યો હતો અને પિતાની કારને પાછળથી ટક્કર મારી હતી. સતીશ બાદમાં કાર લઇને આગળ જઇ રહ્યો હતો ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે દરવાજો ખોલી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સતીશે એસયુવી હંકારી મૂકી હતી અને શખસને અડફેટમાં લઇ તેને ઘસડી ગયો હતો. આટલેથી ન થોભતાં સતીશ યુ-ટર્ન લઇને પાછો આવ્યો હતો અને ફરી તેણે પિતાની કારને આગળથી જોરદાર ટક્કર મારી હતી. (પીટીઆઇ