કોંગ્રેસ અંબરનાથના ૧૨ નગરસેવકનું સભ્યપદ રદ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરશે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંબરનાથમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રતીક પર ચૂંટાયેલા ૧૨ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને કોંગ્રેસ પક્ષ આ તમામ ૧૨ કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવા માટે કાનૂની કાર્યવાહી કરશે એવી જાહેરાત આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી થવાની છે, જોકે એ અગાઉ અન્ય પાલિકા અને પંચાયતની થયેલી ચૂંટણીમાં રાજકારણમાં અનેક વિચિત્ર સમીકરણો જોવા મળ્યા હતા. દેશમાંથી કોંગ્રેસને સાફ કરી દેવાની વાત કરનારી બીજેપી ના અંબારનાથમાં સ્થાનિક નેતાઓ દ્વારા કોંગ્રેસ ની સાથે જોડાણ કરતા રાજકીય સ્તરે બીજેપી ને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જોડાણ ને ફગાવી દેવાની વાત કરી હતી છતાં કોંગ્રેસના ૧૨ નગરસેવકો બીજેપી માં જોડાઈ ગયા છે. કોંગ્રેસ આ તમામ નગરસેવકો ને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આજ નગરસેવક બીજેપી માં જોડાઈ ગયા છે.
કોંગ્રેસ દ્વારા ગઈકાલે આ તમામ કોંગ્રેસ માંથી ચૂંટાયેલા નગરસેવકો સામે કાયદાકીય પગલા લેવાની જાહેરાત કરી છે.
નિયમ મુજબ સ્વતંત્ર જૂથ બનાવવું અથવા પછીથી અન્ય પક્ષમાં જોડાવું એ માત્ર અનૈતિક જ નહીં પણ ગેરબંધારણીય પણ છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ આ બાબતે માહિતી આપી હતી કે ટૂંક સમયમાં આ બધાને લીગલ નોટિસ આપવામાં આવશે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ: અંબરનાથમાં ભાજપ સાથે ગઠબંધન કરનારા કોંગ્રેસના 12 નગરસેવક સસ્પેન્ડ…



