ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…

મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારે પણ બાપ્પાને પોતાના ઘરે તેડાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બાપ્પાના આગમન માટે અંબાણી પરિવાર અને એન્ટિલિયા એકદમ સજ્જ દેખાઈ રહ્યું છે. આ વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાપ્પાને ઘરે લઈને આવ્યા છે, એવું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ચાલો જોઈએ આખા સમાચાર વિસ્તારથી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ટાઈટ સિક્યોરિટી વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખુદ બાપ્પાની મૂર્તિ સાથે ઘરમાં પ્રવેશી રહ્યા છે. અંબાણી પરિવારને બાપ્પામાં ખાસ શ્રદ્ધા છે અને દર વર્ષે તેઓ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરે છે.
અંબાણી પરિવાર મુંબઈના એન્ટિલિયા ખાતે રહે છે એ એન્ટિલિયાને પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. સુંદર લાઈટિંગ અને ફૂલોથી આખું ઘર શણગારવામાં આવ્યું છે. બાપ્પાને જે ગાડીમાં લઈ આવ્યા એ ગાડીને પણ ફૂલોથી ડેકોરેટ કરવામાં આવી છે. ગણપતિ બાપ્પા મોરયાના નારા સાથે અનંત અને રાધિકા ઉત્સાહ અને ઉમંગથી બાપ્પાને આવકારી રહ્યા છે.
રાધિકાએ આ સમયે વર્કવાળું બ્લાઉઝ, પ્લાઝો અને પેન્ટ સેટ પહેર્યું હતું, જ્યારે અનંતે પરફેક્ટ મેચિંગ આઉટફિટ પહેર્યો હતો. નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિંપલ એથનિક લૂકમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવાર પોતાને ત્યાં બિરાજતા બાપ્પાને એન્ટિલિયાચા રાજા તરીકે બોલાવે છે.
દર વર્ષે અંબાણી પરિવાર ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી એન્ટિલિયામાં બાપ્પાની સ્થાપના કરે છે અને બોલીવૂડ સેલેબ્સથી લઈને પોલિટિશિયન અને જાણીતી હસતીઓ એન્ટિલિયા ખાતે બાપ્પાના દર્શન કરવા પહોંચે છે. એના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ અંબાણી પરિવારના બિગ બોસ ગણાતા કોકિલાબેન અંબાણીની તબિયત ખરાબ થતાં તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને ચોક્કસ કયા કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે એની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નહોતી, પરંતુ આ બધા વચ્ચે પણ અંબાણી પરિવારે બાપ્પાને પોતાના ઘરે આવકાર્યા છે.