આમચી મુંબઈમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Viral Video: કંઈક આવો છે Shloka Mehta નો Radhika Merchant સાથે સંબંધ…

અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન બાદથી હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પરિવાર એક કમ્પલિટ ફેમિલી બની ગયો છે. અંબાણી પરિવારનો દરેક સભ્ય તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સંસ્કારોને કારણે ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને ફોટો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta) અને નાની વહુ રાધિકા એક સાથો જોવા મળી રહી છે. આ વીડિયોમાં બંને ખૂબ જ ખુશ લાગી રહી છે અને મીડિયાને પોઝ આપી રહી છે. આવો જોઈએ બીજું શું ખાસ છે આ વીડિયોમાં…

આ પણ વાંચો : ઈશા અંબાણીએ ભરી સભામાં સાસુ વિશે કહી દીધી એવી વાત કે… આગની જેમ વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા અને શ્લોકા વચ્ચેનો સુંદર બોન્ડ જોવા મળી રહ્યો છે. બંને જણ એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આમ તો સામાન્યપણે દેરાણી-જેઠાણી વચ્ચે આટલો પ્રેમ અને બોન્ડ જોવા મળે એ થોડું મુશ્કેલ જ છે પરંતુ ભાઈ આ તો અંબાણીઝ છે અને અહીં તો અશક્ય લાગતી વાત પણ શક્ય બની જાય છે.

આ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે સ્વીટ મોમેન્ટ્સ… આ વીડિયોમાં રાધિકા મર્ચન્ટે વ્હાઈટ ચણિયા ચોળી પહેરી છે જ્યારે શ્લોકાએ સાડી પહેરી છે. બંને જણ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયો પર યુઝર જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયો પર હજારો લાઈક્સ અને કમેન્ટ્સ આવી ચૂકયા છે. એક યુઝરે લખ્યું છે કે બંને જણ બહેનપણી લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે કોણ કહેશે કે આ બંને દેરાણી-જેઠાણી છે? ત્રીજા એક યુઝરે લખ્યું છે કે સુંદર વીડિયો, બંને જણ સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

આ પણ વાંચો : બોલીવૂડ એક્ટ્રેસ પર પણ આ રીતે ભારે પડી મા-દીકરી Isha Ambani-Nita Ambaniની જોડી?

જોકે, આ વીડિયો ક્યારનો છે એ તો જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની જેમ જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પણ એકબીજાને બાળપણથી જ ઓળખતા હતા અને આખરે બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button