આમચી મુંબઈ

એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે અંબાણી પરિવાર? આંકડો સાંભળીને તો પગ નીચેથી…

દુનિયાના ધનવાન પરિવારમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવાર વિશે ઝીણામાં ઝણી બાબત જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. પરંતુ શું તમને ખબર છે દુનિયાનો આ ધનવાન પરિવાર એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ.

અંબાણી પરિવારના તમામ સભ્યો પછી એ મુકેશ અંબાણી, નીતા અંબાણી હોય કે પરિવારની યંગ બ્રિગેડના સભ્યો આકાશ અંબાણી, અનંત અંબાણી હોય કે પછી ઈશા અંબાણી હોય કે પરિવારની વહુરાણીઓ દરેક વ્યક્તિ એકદમ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અંબાણી પરિવાર ફેમિલી લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ સિક્યોરિટી, પ્રાઈવેટ જેટ્સ પર પાણીની જેમ પૈસા વહાવે છે. તેમના ઘર એન્ટિલિયા અને પર્સનલ ખર્ચ જ કરોડોમાં છે, જેમાં બિઝનેસ ઓપરેશન્સના ખર્ચાનો સમાવેશ નથી કરવામાં આવ્યો, એ આખો ખર્ચ અલગ હોય છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા એન્ટિલિયામાં સ્ટાફનો પગાર જ દોઢથી બે લાખ રૂપિયાની વચ્ચે છે અને આખા ઘરમાં આશરે 600 લોકોનો સ્ટાફ છે. જો આ આંકડો જોઈએ તો સ્ટાફના પગારમાં જ 12 કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છે. આ સિવાય મેઈન્ટનેન્સ વગેરે કેલ્ક્યુલેટ કરીએ તો આ આંકડો 15થી 20 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ઉપરાંત ફૂડ, ઈન્ટરનેશનલ શેફ્સ, ડેઈલી પાર્ટીઝ વગેરેનો ખર્ચ એક કરોડથી બે કરોડ રૂપિયા મહિના જેટલો હશે. ફેમિલીના ક્લોધિંગ અને જ્વેલરી પર પણ 3થી 5 કરોડ રૂપિયાનો ખર્ચ તો થઈ જ જતો હશે.

બીજાલ કેટલાક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અંબાણી પરિવાર પાસે જે પ્રાઈવેટ જેટ્સ છે તેના મેઈન્ટેનન્સ અને ટ્રાવેલનો મંથલી એક્સપેન્સ 5થી 10 કરોડ રૂપિયાની આસપાસ છે, આ સિવાય ફેમિલી મેમ્બર્સની ટ્રિપ્સ, બિઝનેસ ટ્રાવેલ અને ઈન્ટરનેશનલ વિઝિટ્સનું બજેટ અલગ હોય છે.

એક અંદાજ પ્રમાણે અંબાણી ફેમિલીના સિક્યોરિટી એક્સપેંડિચરમાં 2થી 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. કોઈ પણ પાર્ટીનું બજેટ 50 લાખ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધી હોય છે. બધી ગણતરી કરીએ તો અંબાણી પરિવાર એક મહિનામાંથી 30 કરોડથી 60 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે એટલે તેમનો એક દિવસનો ખર્ચ એક-બે કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે, આ તો અંદાજ છે. આ ખર્ચ એ કરતાં પણ વધારે હોઈ શકે છે.

આપણ વાંચો : કેટલી છે Anant Ambaniની કુલ નેટવર્થ, કેટલો છે પગાર? આંકડો જાણીને ચોંકી ઉઠશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button