આમચી મુંબઈમહારાષ્ટ્ર

Monsoon Sessions: હવે અંબાદાસ દાનવેએ આપ્યું આ નિવેદન, હું તૈયાર છું…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ભાજપના નેતા પ્રસાદ લાડ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અંબાદાસ દાનવે વચ્ચે બોલાચાલી થઇ એ દરમિયાન દાનવેએ લાડની માતા અને બહેનને અપશબ્દો કહ્યા એ બદલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, દાનવે હવે માફી માગવા તૈયાર હોવાનું કહી તેમનું સસ્પેનશન રદ કરવામાં આવે, તેવી અરજી ઉદ્ધવ જૂથની શિવસેના દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પોતાના ગેરવર્તન બદલ દાનવેને વિધાન પરિષદમાંથી પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય ડેપ્યુટી ચેરપર્સન નિલમ ગોર્હેએ લીધો હતો. જોકે બુધવારે ગૃહની કામગિરી દરમિયાન ઉદ્ધવ જૂથના વિધાન પરિષદના સભ્યોએ ગોર્હે સમક્ષ દાનવે પોતાના વર્તન બદલ માફી માગવા તૈયાર હોવાના કારણે તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવે, તેવી અરજી કરી હતી.

વિધાન પરિષદના પક્ષ પ્રમુખ અનિલ પરબે નિલમ ગોર્હે સમક્ષ ઉક્ત અરજી કરી હતી. પરબે જણાવ્યું હતું કે અંબાદાસ દાનવેએ પોતાના ગેરવર્તન બદલ અને ગૃહમાં વાપરેલી ભાષા બદલ માફી માગવાની તૈયારી બતાવી છે. દાનવેના ગેરવર્તન બદલ અમારા પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ માફી માગી છે. જોકે છતાં ગૃહમાં સર્વસંમતિએ દાનવેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પન વાચો : ઝીકાનો ખતરો: મહારાષ્ટ્રમાં કેસ નોંધાયા બાદ કેન્દ્રએ રાજ્યોને એડવાઈઝરી મોકલી, કહી આ વાત

જેને પગલે વિરોધ પક્ષે દાનવે માટે સહાનુભૂતિ દર્શાવવા માટે ગૃહની કાર્યવાહીમાં ચૂપ બેસી રહેવાનો નિર્ણય લીધો છે. ગૃહમાં ચાલી રહેલી એક તરફી કાર્યવાહી વિરુદ્ધ અમે આ રીતે અમારો વિરોધ વ્યક્ત કરીશું, એમ પરબે જણાવ્યું હતું.

આ વિશે નિલમ ગોર્હેએ જણાવ્યું હતું કે વિધાન પરિષદના પ્રશ્ન સત્ર બાદ પક્ષની બેઠક બોલાવીને આ અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાનવેને સસ્પેન્ડ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને કાવતરું ગણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button