બંને શિવસેનાએ સાથે આવવું જોઈએ, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન?

મુંબઈઃ જ્યારથી શિવસેનાના બે ફાડીયા થયા છે ત્યારથી હંમેશા શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ વચ્ચે તુતુ-મૈંમૈં ચાલતી રહે છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ફોટો સેશનમાં ઉદ્ધવ ઠાકરેની એન્ટ્રીથી એકનાથ શિંદે નારાજ જોવા મળ્યા હતા. એક તરફ આવી પરિસ્થિતિ છે, તો બીજી બાજુ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અને ઠાકરેના નજીકના સહાયક અંબાદાસ દાનવેએ ‘માઝા કટ્ટા’ કાર્યક્રમમાં એક મોટું નિવેદન આપ્યું છે. અંબાદાસ દાનવેએ કહ્યું કે તેમને શિવસેનાના વિભાજનનો અફસોસ છે અને તેઓ ઈચ્છે છે કે શિવસેનાના બંને પક્ષો સાથે આવે.
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે શિવસેના તરીકે આપણે એક થવું જોઈએ, અને રાજ્યએ શિવસેનાની સંયુક્ત તાકાત જોવી જોઈએ. બંને ઠાકરે ભાઈઓ એક સાથે આવવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે અંબાદાસ દાનવેએ આશા વ્યક્ત કરી હતી કે શિવસેનાના બંને જૂથ એક સાથે આવશે.
આ પણ વાંચો: વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અને પ્રધાન શંભુરાજ દેસાઈ આમને-સામને
અંબાદાસે દાનવેને જ્યારેપુછાયું કે શું શિવસેનાના બંને પક્ષોએ સાથે આવવું જોઈએ? આના પર દાનવેએ કહ્યું કે શિવસેનાના વિભાજનથી તેમનું હૃદય દુભાયું હતું. અમે સત્તા માટે જન્મ્યા નથી. આપણું સંગઠન તૂટી ગયું હતું. મને આશા છે કે મારા હૃદયમાં રહેલું આ દુઃખ કોઈ દિવસ ભરાઈ જશે.
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે અંબાદાસ દાનવેનું આ છેલ્લું સત્ર હતું. વિરોધ પક્ષના નેતા તરીકેનો તેમનો કાર્યકાળ ઓગસ્ટમાં સમાપ્ત થાય છે. શિવસેનાના વિભાજન પછી, તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાનું પસંદ કર્યું હતું.