હેં, નવેમ્બરમાં અહીં મળે છે હાફૂસ કેરીઃ જાણો કેટલો છે ભાવ
હજુ દિવાળીના તહેવારોની ઉજવણી પૂરી નથી થઈ. ઘરમાં નાસ્તાનો છેલ્લો રાઉન્ડ પણ વાત ચાલી રહ્યો છે ત્યાં જ તમને ફ્રૂટડીશમાં હાફૂસ કેરી મળે તો…વિશ્વાસ ભલે ન આવતો હોય પણ વાત સાચી છે.
મળતી માહિતી અનુસાર ફળોના રાજા હાપુસ કેરીનું આ વર્ષનું પ્રથમ બોક્સ માલવણથી નાશિક માટે રવાના થયું છે. આ સિઝનમાં હાપુસ કેરીનું પ્રથમ બોક્સ હોવાથી તેની કિંમત ઊંચી છે. દર વર્ષે ઉનાળામાં સામાન્ય માણસો હાફૂસ કેરી ખાય છે, જો કે, તેની યોગ્ય જાળવણી અને કાળજીને કારણે માલવણ કુંભારમઠના પ્રખ્યાત કેરીના બગીચાના માલિક ડૉ. ઉત્તમ ફોંડેકરના બગીચામાં ચોથી વાર નવેમ્બર મહિનામાં કેરી આવી છે. અનિયમિત વરસાદ અને બદલાતા હવામાન સામે રક્ષણ મેળવીને આ વર્ષે પણ તેમણે ફૂગ અને અન્ય જીવાતો પર કાબુ મેળવીને સિઝનના પ્રથમ ફળ ઉગાડવામાં સફળતા મેળવી છે. ફોંડેકરે સતત ચોથી વખત રાજ્યમાં પ્રથમ કેરીની પેટી બજારમાં મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેમને તેમના આ સફળ પ્રયોગ માટે ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે અને તેમણે માલવણ તાલુકા કૃષિ વિભાગના માર્ગદર્શન હેઠળ આ સફળતા મેળવી છે. ઉત્તમ ફોંડેકર અને સૂર્યકાંત ફોંડેકર ભાઈઓનું કૃષિ અધિકારી એકનાથ ગુરવ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.
એક બૉક્સનો ભાવ કેટલો
કેરી ઉત્પાદક ઉત્તમ ફોંડેકરે આ સિઝનની દેવગઢ હાપુસ કેરીનું પ્રથમ બોક્સ નાશિકમાં સીધું ગ્રાહકને પહોંચાડ્યું હોવાના અહેવાલો પણ છે. દિવાળીના પડવા નિમિત્તે કેરીના ચાર ડઝન બોક્સ સીધા ગ્રાહકને વેચ્યા છે. આ બોક્સની 25 હજારની રેકોર્ડ કિંમત મળી છે.
આ પણ વાંચો…..Canada માં ખાલિસ્તાનીઓનો હિંદુ મંદિર પર હુમલો, જુઓ વિડીયો
જોકે કેરી આવતા હજુ ત્રણ-ચાર મહિના લાગી જશે, પરંતુ ખેતીની દૃષ્ટિએ જોઈએ તો એક સારો પ્રયોગ છે. આવો જ પ્રયોગ ગુજરાતના પોરબંદરમાં કેસર કેરી માટે કરવામાં આવે છે.