આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે કાર દુર્ઘટનામાં વિધાનસભ્ય સુનીલ ટીંગરે સામેના આક્ષેપો પાયાવિહોણા: અજિત પવાર

પુણે: પુણેમાં થયેલા માર્ગ અકસ્માતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. એક વેગવાન લક્ઝરી કારે મોટરસાઈકલને ટક્કર મારતાં બે આઈટી પ્રોફેેશનલ્સનાં મોત થયાં હતાં. કાર એક 17 વર્ષનો ધનિક કિશોર ચલાવી રહ્યો હતો જે દારૂના નશામાં હતો. તે જ સમયે, આ મામલે વિધાનસભ્ય સુનીલ ટીંગરેની મુશ્કેલીઓ વધી રહી છે. તેના પર દુર્ઘટના બાદ યેરવડા પોલીસ સ્ટેશનના જવાનો અને અધિકારીઓ પર મામલામાં નરમ વલણ લેવા દબાણ કરવાનો આરોપ છે. જો કે, હવે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ટીંગરેના બચાવમાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભ્ય ટીંગરે પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

ટીંગરે પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માંથી છે. તેઓ પુણે શહેરમાં વડગાંવ શેરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ એવા આક્ષેપો થયા હતા કે પોલીસ કિશોર સાથે ખરાબ વર્તન ન કરે તે સુનિશ્ર્ચિત કરવા માટે ટીંગરેએ દરમિયાનગીરી કરી હતી.

આ કેસના સંબંધમાં ટીંગરેનું નામ સામે આવવા બાબતે પૂછવામાં આવતાં પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, સુનીલ ટીંગરે તે વિસ્તારના વિધાનસભ્ય છે જ્યાં આ ઘટના બની હતી. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે સ્થાનિક વિધાનસભ્ય અવારનવાર સ્થળની મુલાકાત લેતા હોય છે. શું સુનીલ ટીંગરેએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો? તેમની સામેના આરોપો પાયાવિહોણા છે.

આ પણ વાંચો : ‘સુનીલ ટિંગરેને અડધી રાત્રે ફોન આવ્યો કેમકે…’, અજિત પવારે પૂણે પોર્શ અકસ્માત બાબતે NCP વિધાનસભ્ય વિષે શું કહ્યું

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે આ ઘટના પછી પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારને ફોન કર્યો હતો, ત્યારે અજિત પવારે કહ્યું હતું કે હું ઘણી વખત પોલીસ કમિશનરને અનેક મુદ્દાઓ પર ફોન કરું છું, પરંતુ મેં આ કેસમાં તેમને એક પણ ફોન કર્યો નથી.

પવારે જણાવ્યું હતું કે ગૃહ વિભાગના વડા એવા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતના બીજા જ દિવસે પુણે પોલીસને સઘન તપાસ હાથ ધરવા સૂચના આપી હતી.

મુખ્ય પ્રધાન (એકનાથ શિંદે)એ પણ યોગ્ય સૂચના આપી છે. શરૂઆતમાં કાર્યવાહીમાં વિલંબ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સાસૂન જનરલ હૉસ્પિટલના જેઓ આ કેસમાં સામેલ હતા તેઓને પણ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે, તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો