આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટરઃ હવે ભાજપે પણ આપી પ્રતિક્રિયા…

મુંબઈ: બાળકીઓ પર દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ વિરોધ પક્ષ સતત સરકાર અને પોલીસ પર પ્રહાર કરી રહ્યો છે ત્યારે ભાજપે પણ ટીકાકારો ‘અર્બન નક્સલ’ એટલે કે શહેરી નક્સલવાદીઓથી પ્રેરિત હોવાનું કહી વળતો પ્રહાર કર્યો છે. અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થયું તે ઇશ્વરનો ન્યાય હોવાનું પણ ભાજપે કહ્યું હતું.

વિરોધ પક્ષના નેતાઓને જવાબ આપતા ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે પોલીસે સજ્જડ પુરાવા મેળવ્યા છે. પોલીસે તેને માર્યો છે, પરંતુ વિરોધી પક્ષો એ ઘટના દરમિયાનની પરિસ્થિતિઓની સત્યતા પર સવાલ ઉઠાવી રહી છે. વિપક્ષો એવી રીતે વર્તી રહ્યા છે જેમ કે તેમનું એન્કાઉન્ટર થયું હોય.

તેમણે વધુમાં કહ્યું હતું કે વિપક્ષ સત્તાનો ભૂખ્યો છે અને આ એ જ લોકો છે જેમને આતંકવાદી અફઝલ ગુરુ પ્રત્યે સહાનુભૂતિ છે. આ ઇશ્વરનો ન્યાય છે. વિરોધ પક્ષો ‘અર્બન નક્સલ’ના પ્રભાવમાં છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ પાસેથી ગન છીનવીને ત્રણ ગોળી ચલાવનારા અક્ષય શિંદેને પોલીસે જવાબી ફાયરિંગમાં ઢેર કર્યો હતો, જ્યાર પછી વિપક્ષના નેતાઓએ આ ઘટનાને સરકારનું કાવતરું ગણાવ્યું હતું તેમ જ પોલીસ ખાતા પર પણ સવાલ ઉઠાવીને એન્કાઉન્ટરને શંકાસ્પદ ગણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button