આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મોદીબાગમાં કોને મળવા ગયા

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મહારાષ્ટ્રમાં કોજ રાજકીય ખળભળાટ મચશે તે વાત નક્કી છે ત્યારે ગઈકાલે જ વરિષ્ઠ નેતા અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્ય છગન ભુજબળ શરદ પવારને મળ્યા હતા. શરદ પવાર અને અજિત પવાર અલગ થયા બાદ ભુજબળ અજિત પવાર સાથે ગયા હતા, પરંતુ ફરી શરદ પવારને મળતા રાજકીય અટકળો તેજ થઈ છે. ત્યારે તેના કરતા પણ વધારે મોટા સમાચાર એ છે કે અજિત પવારના પત્ની અને તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા સુનેત્રા પવાર આજે સવારે મોદીબાગ ગયા હતા. મોદીબાગ બારામતીમાં શરદ પવારનું નિવાસસ્થાન છે. અહીં તેમણે એકાદ કલાક પસાર કરી. શરદ પવાર પણ બારામતીમાં છે ત્યારે આ મુલાકાત પારિવારિક હતી કે રાજકીય તે કહેવું મુશ્કેલ છે. તેમણે કોની સાથે શું ચર્ચા કરી તે વાત પણ બહાર આવી નથી, પરંતુ હવે આ કાકાજી સસરા અને પુત્રવધુની મુલાકાતે ચર્ચા શરૂ કરી છે.

ગઈકાલે છગન ભુજબળ પવારને મળ્યા હતા. લોકસભાની ટિકિટ ન મળતા અને પછી રાજ્યસભામાં પણ સ્થાન ન મળતા તેઓ નારાજ હતા. ભુજબળને ટિકિટ મળી ન હતી અને સુનેત્રા પવાર બારામતીથી નણંદ સુપ્રિયા સુળે સામે હારી ગયા હતા. ત્યારબાદ તેમને રાજ્યસભાના માર્ગથી પ્રવેશ આપતા ભુજબળ સહિતના ઘણા નેતાઓ નારાજ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button