શિંદેએ કોને ટારગેટ કર્યા ખબર નહીં: અજિત પવાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં ફરી એક વખત મતભેદો સામે આવી રહ્યા છે. એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા એક નિવેદનમાં ટારગેટ કોણ હતું એની જાણકારી નથી એવું નિવેદન કરીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સનસનાટી ફેલાવી દીધી છે.
Also read : ભિવંડીની કોર્ટમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો: કેદી, તેના પરિવારજનો સામે ગુનો…
વાસ્તવમાં અજિત પવારે કહ્યું હતું કે એકનાથ શિંદેએ જે નિવેદન કર્યું હતું કે ‘મુઝે હલકે મેં મત લેના’ એ કોને સંબોધીને કરવામાં આવ્યું તેની જાણકારી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિવેદન શિવસેના (યુબીટી)ને સંબોધીને કરવામાં આવ્યું છે કે અન્ય કોઈને સંબોધીને તેની જાણકારી નથી.
અજિત પવાર દ્વારા આ ટિપ્પણી કરવામાં આવતાં હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એકનાથ શિંદેનું આ નિવેદન શિવસેના (યુબીટી)ને માટે નહીં, પરંતુ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને માટે હતું. જોકે, અજિત પવારના નિવેદન બાદ શિંદેએ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નહોતો એને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અજિત પવારે વાતને વાળી લેતાં કહ્યું હતું કે મહાયુતિમાં કોઈ ભંગાણ નથી.
Also read : એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે મહાયુતિની સરકારમાં બધું સમુંસૂતરું નથી. એકનાથ શિંદે દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક નિવેદનોમાં આના સંકેત જોવા મળી રહે છે. શિંદેએ ફરી એક વખત ટાંગો પલટી કરવાનું નિવેદન કર્યું હતું. તેમણે નાગપુરમાં પત્રકારોને કહ્યું હતું કે, હું બાળ ઠાકરે અને આનંદ દીઘેનો કાર્યકર્તા છું, મને હલકામાં લેવાનો પ્રયાસ ન કરવો. મને હલકામાં લેવામાં આવ્યો ત્યારે 2022માં મેં ટાંગો પલટી કરી નાખ્યો હતો.