આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારના બેનર પર આ કોનો ફોટો છપાયો?

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આજે નાસિક જિલ્લાની મુલાકાતે છે. આ પ્રસંગે તેમના સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ સમયે તે જગ્યાએ લગાવવામાં આવેલ બેનર ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેનું કારણ તે બેનરમાં મુકવામાં આવેલ ફોટા છે.

નાસિકમાં આજના કાર્યક્રમમાં અજિત પવારનું સ્વાગત કરતા બેનર પર શરદ પવારનો ફોટો મૂકવામાં આવ્યો ન હતો. સંયુક્ત મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણનો ફોટો મૂકવામાં આવ્યો છે. જેના કારણે તે ચર્ચાનો મુદ્દો બની ગયું છે. તાજેતરમાં એનસીપી પાર્ટીમાં બે ભાગલા પડ્યા હતા.


તે પછી શરદ પવાર અને અજિત પવાર નામના 2 જૂથો બન્યા હતા. શરૂઆતમાં, અજિત પવારના જૂથે તેમના બેનર પર શરદ પવારનો ફોટો મૂક્યો હતો, પરંતુ પછી શરદ પવારે અજિત પવારના જૂથને કહ્યું હતું કે, ‘મારો ફોટો ક્યાંય વાપરશો નહીં. મારા નામનો ઉપયોગ કરશો નહીં. જે બાદ આજે નાસિકમાં બેનરો પર શરદ પવારના ફોટા દેખાતા નથી. હવે તેમની જગ્યાએ યશવંતરાવ ચવ્હાણનો ફોટો મૂકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button