નેતાઓ પક્ષ છોડી રહ્યા હોવાથી અજિત પવાર ચિંતિત, હવે કરશે આ કામ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે તમામ પક્ષો તેમની તૈયારીમાં લાગેલા છે. મહારાષ્ટ્રમાં મુખ્ય જંગ મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે છે. મહાયુતિમાં ભાજપ સાથે શિવસેના શિંદે જૂથ અને અજીત પગારનું એનસીપી જૂથ છે. આજે અજિત પવારના એનસીપી જૂથની મહત્વપૂર્ણ બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠકમાં સીટ ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે.
અજિત પવારે આજે મુંબઈમાં એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાર્ટીના તમામ વિધાન સભ્યોને હાજરી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અજીત પવારના જૂથના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ બીજી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે તેથી અજિત પવાર હવે તેમના પક્ષના નેતાઓ સાથે વાતચીત કરવા અને તેમના અભિપ્રાય જાણવા માગે છે.
અજિત પવાર જૂથના તમામ ધારાસભ્યોની આજે સાંજે 7:30 વાગે દેવગીરી બંગલોમાં બેઠક યોજવાની છે. આ બેઠકમાં નેતાઓના આઉટગોઇંગ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ વિધાન સભ્યોના મત વિસ્તારની મોજૂદા પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે અને પાર્ટીની અંદર વિધાનસભાના બેઠકોની ફાળવણીની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી અજીત પવાર છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્રભરના પ્રવાસે છે. સોમવારે અજીત પવારની હાજરીમાં એક બિઝનેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અજિત પવારે લોકોને ઘડિયાળને મત આપવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણીમાં તમે ઘડિયાળનું જ બટન દબાવો. હું આગામી પાંચ વર્ષમાં તમને સારી કામગીરી આપવાની જવાબદારી લેવા તૈયાર છું. તેમણે એમ પણ કહ્યું હતું કે બારામતીથી લોકોની પસંદગીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે.
Also Read –