આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુસ્લિમ ભાઈ-બહેનોને હેરાન કર્યા છે તો…અજિત પવારે જાહેર મંચ પરથી આપી ચીમકી…

મુંબઈ: પવિત્ર રમઝાન મહિનાને લઈને અનેક જગ્યાએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ઉપમુખ્યમંત્રી અજીત પવાર દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અજીત પવારે ભારતની એક્તાની વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ મુસ્લિમ ભાઈ-બહેનોને આંખ દેખાડવા વાળાને પણ ખુલ્લા મંચ પરથી ચેતવણી આપી છે. અજીત પવારે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ભાર મૂક્યો અને વિભાજનકારી વિચાર વાળા લોકોને ચેતવણી પણ આપી.

આ પણ વાંચો : મહાયુતિના પાંચ નેતાઓએ વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા

દરેક તહેવાર આપણને હળીમળીને રહેતા શિખવાડે છેઃ અજિત પવાર

મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો અજીત પવારે રમઝાન નિમિત્તે મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન કહ્યું કે ‘ભારત વિવિધતામાં એકતાનું સમર્થન કરે છે. આપણે કોઈપણ વિભાજનકારી શક્તિઓની વાતોમાં આવવું ના જોઈએ.’ વધુમાં કહ્યું કે, અમે હોળી બનાવી, ગુડી પડવો અને ઈદ આવી રહી છે. આ દરેક તહેવાર આપણને હળીમળીને રહેતા શિખવાડે છે. આપણે બધાએ આ તહેવાર સાથે મળીને મનાવવા જોઈએ, કારણ કે, તે આપણી અસલી તાકાત છે. હું તમને આશ્વાસ્ત કરું છે કે તમારો ભાઈ તમારી સાથે જ છે.

વિરોધીઓને ક્યારેય માફ કરવામાં નહીં આવેઃ અજીત પવાર

અજિત પવારે ઈફ્તાર પાર્ટી દરમિયાન કહ્યું કે, ‘જે કોઈ આપણા મુસ્લિમ ભાઈ-બહેનોનો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે, જો કોઈ બે જૂથો વચ્ચે ઝઘડો કરાવવાનો અને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે, પછી ભલે તે ગમે તે હોય, તે કોઈ બચી નહી શકે અને તેને માફ પણ કરવામાં નહીં આવે.’ મુસ્લિમ ભાઈઓ અને બહેનોના સમર્થનમાં વિરોધીઓને ચેતવણી આપી હતી. આ સાથે દરેક તહેવાર હળીમળીને ઉજવવા માટે પણ અપીલ કરી હતી.

આ પણ વાંચો : 203 વર્ષની નવી સિદ્ધિ: ‘મુંબઈ સમાચાર’ની અંગ્રેજી વેબસાઈટ લોન્ચ કરાઈ

અજીત પવારે ધર્મના નામે વિખવાદ પાડતા લોકોને આપી ચેતવણી

ઈફ્તાર પાર્ટી દરમિયાન અજીત પવારે ભારતની એક્તાની વાત કરી હતી અને જ પણ લોકોમાં ધર્મના નામે વિખવાદ પાડી રહ્યાં છે તેમને ચેવતણી આપી હતી. મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન વિશે અજીત પવારે કહ્યું કે, રમઝાન માત્ર એક ધર્મ સુધી જ સિમિત નથી તે માનવતા, ત્યાગ અને આત્મ અનુશાસનનું પ્રતિક છે. આ મહિનો ગરીબ અને જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે પ્રેરણા આપે છે અને ના માત્ર શરીર પરંતુ આ મહિનામાં આત્માની પણ શુદ્ધી થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button