મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ પહેલાથી નહીં, પાંચમાથી હિન્દી શીખવવી જોઈએ: અજિત પવાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ પહેલાથી નહીં, પાંચમાથી હિન્દી શીખવવી જોઈએ: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યની શાળાઓમાં ધોરણ પહેલાથી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાના પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેને ધોરણ પાંચમાથી શીખવવી જોઈએ.

મંગળવારે મોડી રાતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા પવારે એમ પણ કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ધોરણ પહેલાથી મરાઠી શીખવી જ જોઈએ જેથી તેઓ તેને સારી રીતે વાંચી અને લખી શકે.

રાજ્ય સરકારે ગયા અઠવાડિયે એક સુધારેલો આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘સામાન્ય રીતે’ ધોરણ પહેલાથી પાંચમા સુધીની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓને હિન્દી ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે, જેના કારણે વિવાદ થયો હતો.

આ પણ વાંચો:સ્યુગર મિલની ચૂંટણીમાં અજિત પવાર વિરુદ્ધ શરદ પવાર

સરકારે કહ્યું હતું કે હિન્દી ફરજિયાત નહીં હોય, પરંતુ હિન્દી સિવાયની કોઈપણ ભારતીય ભાષાનો અભ્યાસ કરવા માટે શાળામાં દરેક ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ ફરજિયાત છે.

આ મુદ્દા પર બોલતા પવારે કહ્યું હતું કે, ‘મુખ્ય પ્રધાને સોમવારે આ મુદ્દા પર એક બેઠક બોલાવી હતી. મારું માનવું છે કે હિન્દી ધોરણ પહેલાથી ચોથા સુધી શરૂ ન થવું જોઈએ. તે ધોરણ પાંચમાથી શીખવવું જોઈએ. વિદ્યાર્થીઓએ ધોરણ પહેલાથી મરાઠી શીખવું જોઈએ અને તેને સરળતાથી વાંચી અને લખી શકતા હોવા જોઈએ.’

તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેઓ કોઈ પણ ચોક્કસ ભાષા શીખવવાની વિરુદ્ધ નથી, ત્યારે નાના વિદ્યાર્થીઓ પર શરૂઆતના તબક્કે વધારાની ભાષાનો બોજ નાખવો અયોગ્ય માને છે.

આ પણ વાંચો: અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…

મુંબઈમાં બેઠક બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય સાહિત્યકારો, ભાષા નિષ્ણાતો અને રાજકીય નેતાઓ સહિત તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી જ લેવામાં આવશે.

આ દરમિયાન, અભિનેતા સયાજી શિંદેએ પણ ધોરણ પહેલાથી હિન્દી શીખવવાનો વિરોધ કર્યો હતો.
‘વિદ્યાર્થીઓને મરાઠી શીખવાની મંજૂરી આપવી જોઈએ, જે ખૂબ જ સમૃદ્ધ ભાષા છે. તેમને નાની ઉંમરે મરાઠીમાં સારી રીતે નિપુણ બનવું જોઈએ અને બીજી ભાષાનો બોજ તેમના પર ન લાદવો જોઈએ. જો તેને ફરજિયાત બનાવવી હોય, તો તેને ધોરણ પાંચમા પછી જ શીખવો,’ એમ તેમણે કહ્યું હતું.

મરાઠી, હિન્દી, તમિલ, તેલુગુ અને અન્ય પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા શિંદેએ ત્રીજી ભાષા શીખવવાનો નિર્ણય પાછો ખેંચવાની પણ માગણી કરી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button