આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિમાં સબ સલામતઃ ટોયોટા સાથે કરાર વખતે અજિત પવાર હાજર નહીં, સવાલ કર્યો કે…

મુંબઈ: છત્રપતિ સંભાજીનગરમાં ટોયોટા કિર્લોસ્કર દ્વારા 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક કારનો મોટો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે અને તે બાબતના કરાર બુધવારે કરવામાં આવ્યા હતા, જેના પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હસ્તાક્ષર કર્યા હતા. જોકે આ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડીંગ)ના કરાર પર હસ્તાક્ષર થયા એ પ્રસંગે હાજર ન રહી શકતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નારાજ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળેલી જાણકારી મુજબ અજિત પવારને આ બાબતનું એટલું માઠું લાગ્યું કે તેમણે મુખ્ય પ્રધાન શિંદેને ફોન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે શિંદેને એનસીપી પણ મહાયુતિનો ભાગ છે અને મહાયુતિના ધર્મનું પાલન કરવાનું યાદ દેવડાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં ટોયોટા કિર્લોસ્કર મોટર કરશે 20 હજાર કરોડનું રોકાણઃ શિંદેની જાહેરાત


ઉલ્લેખનીય છે કે એમઓયુ કરાર કરવાનો કાર્યક્રમ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો અને અજિત પવાર કે પછી ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.
છેલ્લી ઘડીએ પહોંચ્યા પવાર-સામંત

જ્યારે સહ્યાદ્રી ખાતે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે સામંત અને અજિત પવાર અન્ય એક બેઠકમાં વ્યસ્ત હતા. જોકે એ બેઠકમાં વિભાગના અન્ય અધિકારીઓ હાજર ન રહેતા અજિત પવારે અધિકારીઓના ગેરહાજર રહેવાનું કારણ પૂછ્યું હતું. જ્યાર બાદ અધિકારીઓ સહ્યાદ્રી ખાતે કાર્યક્રમમાં હોવાનું અજિત પવારને જણાવાયું હતું. જેને પગલે નારાજ થયેલા અજિત પવારે શિંદે સાથે ફોન પર વાતચીત કરી હતી.

ઉદ્યોગ ખાતાના પ્રધાનને પણ મહત્ત્વના કાર્યક્રમમાં ન બોલાવાયા તે અંગે અજિત પવારે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે શિંદેએ પવારને જણાવ્યું કે તે બંને સહ્યાદ્રી પહોંચે ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાર પછી પવાર અને સામંત સહ્યાદ્રી ખાતે કાર્યક્રમમાં પહોંચ્યા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button